ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટીય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબ દરેક શિક્ષકે વ્યાવસાયિક તાલીમ લેવી આવશ્યક છે. જેના ભાગરૂપે ધોરણ ૩ થી ૧૦ ના શિક્ષક માટેની ઓનલાઇન તાલીમ બોટના માધ્યમથી સમગ્ર રાજયમાં શરૂ થનાર છે. જે અંગે રાજયના શિક્ષકોને જાણકારી મળે તે ઉદ્દેશથી જીસીઇઆટરી દ્વારા તા.૧૨/૦૭/૨૪ના શુક્રવારના રોજ બપોરે ૪-૦૦ થી ૫.૦૦ દરમિયાન ટેલીકોન્ફરન્સનું આયોજન કરેલ છે. આ ટેલીકોન્ફરન્સનું જીવંત પ્રસારણ બાયસેગ ચેનલ 5 પરથી જોઇ શકાશે.
ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ બાબત
Swift chat માં આ લિંકનો ઉપયોગ કરી તાલીમમાં જોડાઈ શકાશે. તાલીમમાં જોડાવવા માટેની લિંક નીચે મુજબ છે.
https://web.convegenius.ai/bots?botId=0241493104972768
આ તાલીમ ધોરણ-3 થી 10ના તમામ શિક્ષકોએ ફરજિયાત લેવાની થશે.
વર્ષ દરમ્યાન 50 ક્લાક માંથી 20 કલાકની આ તાલીમ ગણાશે.
ધોરણ 3 થી 10 ના શિક્ષકો માટે ઓનલાઇન ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ બાબત પરિપત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો.
ટેલીકોન્ફરન્સના માધ્યમથી ઓનલાઇન કોર્સ વિશે માહિતગાર કરવામાં આવશે. જેમાં કોર્સ વિશે અને તેમાં કઇ રીતે જોડાઇ શકાય તે અંગેનું માર્ગદર્શન શિક્ષકોને આપવામાં આવશે. આ ઓનલાઇન તાલીમમાં બે મોડયુલ દ્વારા પ્રવતર્માન સમયની શૈક્ષણિક જરૂરિયાત અને સરકારશ્રીની વિવિધ શૈક્ષણિક યોજનાઓને ધ્યાને ૨૦ ઓનલાઇન કોર્સ જીસીઇઆરટી દ્વારા વિકસાવવામાં આવેલ છે. આ દરેક કોર્સનો સમયગાળો એક કલાક છે