નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત
તાલુકા કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે તાલુકામાં વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. તાલુકા કક્ષાએ ક્લસ્ટરમાંથી બંન્ને સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે મોકલવાની રહેશે. તાલુકા કક્ષાની સ્પર્ધાનું સંકલન તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી.કો.ઓ સાથે રહી કરવાનું રહેશે. તાલુકા (બી.આર.સી.) કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી કરવામાં આવશે.
4) જિલ્લા કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે જિલ્લાકક્ષાએ વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષામાંથી બંન્ને સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાએ મોકલવાની થાય. જિલ્લા કક્ષાની સ્પર્ધા ડાયેટ દ્વારા યોજવાની થાય. જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી કરવામાં આવશે.
5) ઝોન કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે ઝોનકક્ષાએ વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવાનું રહેશે. ઝોન કક્ષાએ જિલ્લામાંથી બંન્ને સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી વિભાગ 2 અને 3માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી ઝોન કક્ષાએ મોકલવાની રહેશે. ઝોન કક્ષાની સ્પર્ધા કલાઉત્સવ દ્વારા નિયત કરેલા ઝોનના જિલ્લા મુજબ યોજવાની રહેશે. ઝોન કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી હવે પછીથી કરવામાં આવશે.
6) રાજ્ય કક્ષાની સ્પર્ધા : કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે રાજ્યકક્ષાએ વાર્તા કથન તથા વાર્તાલેખન (નિર્માણ) સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. રાજ્ય કક્ષાએ ઝોન કક્ષામાંથી વિવિધ સ્પર્ધાઓ માટે આવેલ પ્રથમ ક્રમના સ્પર્ધકોની એન્ટ્રીને આધારે સ્પર્ધાઓ યોજી તે પૈકી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના સ્પર્ધકની પસંદગી કરવાની રહેશે અને તે પૈકી વિભાગ 2 અને 3માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા સ્પર્ધકની એન્ટ્રી રાજ્ય કક્ષાએ મોકલવાની રહેશે. રાજ્યકક્ષાની સ્પર્ધા કલાઉત્સવ દ્વારા નિયત કરેલા જિલ્લા મુજબ યોજવામાં આવ્યું. રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ગ્રાન્ટની ફાળવણી અત્રેથી હવે પછીથી કરવામાં આવશે.
આ અંતર્ગત ચાલુ વર્ષે જીસીઈઆરટી દ્વારા જે સંદર્ભે શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, બ્લૉક કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ નિપુણ ભારત અંતર્ગત બાળવાર્તા કાર્યક્રમ’નું આયોજન કરેલ છે. જે સંદર્ભે નીચેની સૂચનાઓ અને સામેલ સ્પર્ધાના સમયગાળાને ધ્યાને લઇ જિલ્લાકક્ષાએથી જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે.1. સદર કાર્યક્રમના સુચારુ આયોજન સારુ ગત વર્ષની માફક કલાઉત્સવની સ્પર્ધાઓની સાથે સાથે શાળામાં, તાલુકા કક્ષાએ, બ્લૉકકક્ષાએ, જિલ્લાકક્ષાએ, ઝોનકક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ વાર્તા કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે.
2. રાજ્યમાં આવેલ તમામ સરકારી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વાર્તાસ્પર્ધાનું આયોજન ફરજિયાત કરવાનું રહેશે.
ધોરણ ૧ થી ૮ માં વાર્તાસ્પર્ધાના આયોજન બાબત પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો
નીચેની લિંકથી pdf ડાઉનલોડ કરી જે બાળવાર્તાઓ જોવી હોય એના પર ક્લિક કરી જોઈ શકશો
pdf ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
નિપુણ ભારત અંતર્ગત ધોરણ ૧ થી ૮માં વાર્તા સ્પર્ધાના આયોજન બાબત