નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવા બાબત
Azadi ka AmritMahotsav “ Celebrating Unity through Sports ” થીમ હેઠળ તા .૧૨ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર , ૨૦૨૨ દરમ્યાન આગામી તા .૨૯ સપ્ટેમ્બર થી તા .૧૨ ઓક્ટૉબર , ૨૦૨૨ દરમ્યાન યોજાનાર ” નેશનલ ગેમ્સ ” અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવા બાબત . ગુજરાત સરકાર રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પરિપત્ર ક્રમાંક : -એસએજી / ૧૦૨૦૨૨ / ૧૪૧૫ / ૫ સરદાર ભવન , સચિવાલય , ગાંધીનગર . તા .૦૫ / ૦૯ / ૨૦૨૨ પરિપત્ર : રાજય અને કેન્દ્ર સરકારની સંયુકત ભાગીદારીથી તા . ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર , ૨૦૨૨ દરમ્યાન ૩૬ મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજયમાં યોજાનાર છે , જેમાં , ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં રમતવીરો ૩૬ વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લેનાર છે . નેશનલ ગેમ્સનાં આયોજન – સંચાલન માટે અંદાજે ૩ થી ૪ વર્ષનો સમય લાગે છે , જ્યારે ગુજરાતે ૭ વર્ષથી ન યોજાયેલ નેશનલ ગેમ્સનું માત્ર ૩ મહિનાથી ઓછા સમયમાં સફળ આયોજન કરવાના પડકારને સ્વીકાર્યો છે . ૩૬ મી નેશનલ ગેમ્સ ગુજરાતના ૬ શહેરો જેવા કે , અમદાવાદ , સુરત , વડોદરા , રાજકોટ , ભાવનગર અને ગાંધીનગર ખાતે યોજાનાર છે . આ ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી ૭૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે . આ ૩૬ મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી તથા શાળા , કોલેજ અને યુનિવર્સીટીમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે રમતગમતની અને પ્રચાર – પ્રસારની પ્રવૃત્તિઓ કરી તમામ વિદ્યાર્થીઓ અને અન્યોની વિશાળ ભાગીદારી સાથે આગામી તા .૧૨ સપ્ટેમ્બર થી તા . ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન
નેUnity through Sports ” ના થીમ હેઠળ રાજ્યની તમામ કોલેજ યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવાનું રહે છે . આ આયોજનની વિગતો નીચે મુજબ છે . કાર્યક્રમોના અયોજન અંગેની સામાન્ય વિગતો • તા .૧૨ સપ્ટેમ્બર , ૨૦૨૨ ના રોજ તમામ ૩૩ જિલ્લાઓમાં જિલ્લા મથક ખાતેની નિયત કરેલ કોલેજ / યુનિવર્સિટી ખાતે મુખ્ય કાર્યક્રમનુ આયોજન કરવું . તા .૧૨ સપ્ટેમ્બર , ૨૦૨૨ ના રોજના તમામ ૩૩ કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રીઓ / માનનીય સંસદસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે . જેને ધ્યાને લઇ આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના અન્ય પદાધિકારીશ્રીઓ , સ્થાનિક આગેવાનો , વિવિધ સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ , રમતગમત સાથે સંકળાયેલ વિવિધ ક્લબો / મંડળોના પ્રતિનિધિશ્રીઓ , રમતવીરો , વ્યાયામ શિક્ષકો , કોચ વિગેરે તથા જન સમુદાય જોડાય તે જિલ્લા કક્ષાએથી સુનિશ્ચિત કરવું . – તા .૧૩ સપ્ટેમ્બર , ૨૦૧૨ ના રોજ જિલ્લાના અન્ય ૩ તાલુકા ખાતેની કોલેજ / યુનિવર્સિટી ખાતે કલેક્ટરશ્રી , જિલ્લા વિકાસ અધિકારિશ્રી અને જિલ્લા પોલિસ વડાશ્રી તથા સંબંધિત તાલુકા કક્ષાના પદાધિકારીશ્રીઓ જેમ કે , માનનીય ધારાસભ્યશ્રી / સંસદસભ્યશ્રી / પ્રમુખશ્રી વિગેરેની ઉપસ્થિતમાં કાર્યક્રમનું આયોજન કરવું . તા .૧૪ સપ્ટેમ્બર , ૨૦૨૨ ના રોજ જિલ્લાની બાકી રહેલ તમામ કોલેજ / યુનિવર્સિટી ખાતે જિલ્લા / પ્રાંતના અન્ય સિનિયર અધિકારીશ્રીઓ સ્થાનિક પદાધિકારિશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમોનુ આયોજન કરવું . તા . ૧૫ અને ૧૬ સપ્ટેમ્બર , ૨૦૨૨ દરમ્યાન જિલ્લાની તમામ શાળાઓ ખાતે કાર્યક્રમનુ આયોજન કરવુ . ઉક્ત તમામ કાર્યક્રમોમાં જાણીતા ખેલાડીઓ ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરવુ . આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ , તેમના વાલીઓ , રમતવીરો ઉપરાંત સ્થાનિક આગેવાનો , રમતગમત સાથે સંકળાયેલ વિવિધ ક્લબો / મંડળોના પ્રતિનિધિઓ , રમતવીરો અને લોકો મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમોમાં વિશાળ જન ભાગીદારી સાથે ઉત્સાહપુર્વક ભવ્યરીતે ઉજવાય તે માટે જરૂરી કાર્યવાહી કરવી .
કાર્યક્રમના સફળ આયોજન માટેની જવાબદારી કોલેજ / યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમો માટે : મહાનગરપાલિકા ધરાવતા જિલ્લા ખાતેના કાર્યક્રમો માટે સબંધિત મહાનગરપાલિકા કમિશનરશ્રી અને અન્ય જિલ્લાઓમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા આગેવાની લઇ આ કાર્યક્રમો સફળતાપૂર્વક અને યોગ્ય જનભાગીદારી સાથે સંપન્ન થાય તે માટે કાર્યવાહી કરાવવી . . . • શાળાઓ ખાતેના કાર્યક્રમો માટે : ૦ મહાનગરપાલિકા ખાતેના ખાતેની તમામ શાળાઓ ખાતેના કાર્યક્રમો માટે સબંધિત શાસનાધિકારીશ્રી અન્ય શહેરી વિસ્તાર ( તમામ નગરપાલિકા વિસ્તાર ) ની તમામ શાળાઓ માટેના કાર્યક્રમો માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓ ખાતેના કાર્યક્રમો માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા આગેવાની લઇ તમામ સરકારી , ખાનગી અને અનુદાનિત શાળાઓ ખાતેના કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરાવવી . આ કાર્યક્રમો યોગ્ય પ્રોટોકોલ તથા તમામ વિદ્યાર્થીઓ , શિક્ષકો , વાલીઓ , રમતવીરો , સ્થાનિક આગેવાનો તથા જનસમુદાયની યોગ્ય ભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સબંધિત કોલેજ / યુનિવર્સિટી / શાળા દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા અને કામગીરી કરવાની રહેશે . . કાર્યક્રમના સફળ આયોજન માટે કામગીરીની સુચિત વહેંચણી ( અ ) સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત રાજયની કોલેજ / યુનિવર્સિટી ખાતે યોજાનાર કાર્યક્રમોમાં માન.મંત્રીશ્રીઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે તે માટેની જરૂરી કાર્યવાહી કરવી . ૩૬ મી નેશનલ ગેમ્સના હોર્ડીંગ્સ , બેનર્સ અને બેકડ્રોપની ડિઝાઇન તૈયાર કરવી . ૩૬ મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ અંગેની નોંધ તૈયાર કરવી . શાળા / કોલેજ / યુનિવર્સિટીના કાર્યક્રમોના ફોટોગ્રાફસ સહિતની વિગતો અપલોડ કરવા માટે પોર્ટલ તૈયાર કરાવવું . • કોલેજ / યુનિવર્સિટી ખાતે યોજાનાર ઇવેન્ટસની વિગતો સાથે કાર્યક્રમોનો સોશ્યલ મીડીયા પર પ્રચાર – પ્રસાર કરવો . . .
ગ્રામ્ય કક્ષાએ શાળાઓ ખાતેના કાર્યક્રમમાં પંચાયતના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનોને સામેલ કરવા . જિલ્લા , પ્રાંત અને તાલુકા કક્ષાના વર્ગ -૧ અને વર્ગ – રના તમામ અધિકારીશ્રીઓ સક્રીય રીતે તા . ૧૫ અને ૧૬ ના રોજ શાળા પ્રવેશોત્સવની જેમ શાળાઓ ખાતેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરવું . તમામ સ્થળોએ “ નેશનલ ગેમ્સ ” નો પ્રચાર – પ્રસાર કરવો . તમામ મહાનુભાવોના પ્રોટોકોલ મુજબ માનમરતબો જળવાય તે સુનિશ્ચિત કરવું . કાર્યક્રમના દિવસ માટેની સુચિત રૂપરેખા સ્થળ : દરેક જિલ્લામાં ૧ કોલેજ / યુનિવર્સિટી ( કુલ ૩૩ કાર્યક્રમ ) સમય વિગત ૦૫ મીનીટસ ૦૫ મીનીટસ ૧૦ મીનીટસ ૧૫ મીનીટસ કોલેજ । યુનિવર્સિટી કક્ષાએ યોજાનાર કાર્યક્રમ માટેની રૂપરેખા દિવસ -૧ , તા . ૧૨ સપ્ટેમ્બર , ૨૦૨૨ ૩૦ મીનીટસ ૦૫ મીનીટસ મહાનુભાવોનું સ્વાગત કોલેજ પ્રિન્સિપાલ / ડાયરેકટર / વાઇસ ચાન્સેલર દ્વારા ૩૬ મી નેશનલ ગેમ્સ અંગેનું પ્રવચન શિક્ષક અને કોચની આગવી ભુમીકાને બિરદાવવી મહાનુભાવોનું ઉદ્દબોધન ( માન.મંત્રીશ્રી / માન . સંસદસભ્યશ્રી / માન ધારાસભ્યશ્રી ) ૩૬ મી નેશનલ ગેમ્સ એન્થમ મેસ્કોટ પ્રેઝન્ટેશન ફીટ ઇન્ડીયા ઓથ રમતગમતની પ્રવૃત્તિઓ આભાર વિધી .
નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવા બાબત