-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાશ બાબતના નિતી નિયમો તથા અન્ય જરૂરી સુચનાઓ

ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાશ બાબતના નિતી નિયમો તથા અન્ય જરૂરી સુચનાઓ



કચેરીએથી ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાશ બાબતના નિતી નિયમો તથા અન્ય જરૂરી સુચનાઓ . ઉપરોક્ત વિષય અનુસંધાને તમો શ્રી ને જણાવવાનું કે અત્રેની કચેરીએથી બીઆરસી , સીઆરસી , એસએમસી તથા એસએમડીસીમાં વર્ષ દરમ્યાન જુદા - જુદા હેડે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે . જે માટે નીચે મુજબના નાણાંકીય નિયમો પ્રમાણે ખર્ચ કરવાનું રેહશે . ( ૧ ) જે હેડ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોઈ તે હેડ માટેજ ખર્ચ કરવાનો રહેશે . હેડ સિવાયના અન્ય હેડે ખર્ચ કરવાનો રહેશે નહિ . જો અન્ય હેડે ખર્ચ કરવાની ઉપલી કચેરી ધ્વારા લેખિતમાં મંજૂરી મળેલ હોઈ તોજ અન્ય હેડે ખર્ચ કરી શકાશે . ( ૨ ) ૧૯૯૯ / – ઉપરની કોઈ પણ ખરીદી કરવાની થાય ત્યારે GEM અંતર્ગત તથા તંદુરસ્ત હરિફાઈના ધોરણે ત્રણ તથા તેનાથી વધારે ભાવપત્રક મંગાવી નાણાંકીય નિયમ મુજબ પ્રક્રિયા કરી ખરીદી કરવાની રેહશે , તેમજ તેમનું સરખામણી પત્રક બનાવવાનું રેહશે તથા વર્કઓર્ડર આપવાનો રેહશે તથા બિલ જીએસટી નં , વાળું પાકું બિલ હોવું જરૂરી છે જે બાબતની ખાસ તકેદારી રાખવાની રહેશે . ( ૩ ) એક સાથે એક સમયે એકજ પાર્ટીનું રૂ . ૩૦૦૦૦ / – કે તેનાથી વધારે રકમનું બિલ હોઈ તો T.D.S. ની કપાત કરવાની રેહશે તેમજ હિસાબી વર્ષમાં એકજ પાર્ટી ના ૩૦૦૦૦ / - થી નીચેની રકમના થઈ ને કુલ ૧૦૦૦૦૦ / – કે તેનાથી વધારે રકમના બિલ થતા હોઈ તો તેવા સમયે પણ ફરજિયાત T.D.S. ની કપાત કરવાની રેહશે . T.D.S. કપાત જો પ્રોપરાયટર ફર્મ હોઈ તો ૧ % પ્રમાણે કરવી તથા પ્રા . લિ . કંપની , પબ્લીક લિ . કંપની , ભાગીદારી પેઢી વગેરે હોઈ તો ૨ % પ્રમાણે T.D.S. ની કપાત કરવાની રહેશે . T.D.S. ની કપાત કર્યા પછી અત્રેની કચેરીના TAN નં . AHMD06921F માં ચલનથી જમાં કરાવવાનું રહેશે તથા ચલનની કોપી અત્રેની કચેરીએ સમય માર્યાદામાં મોકલી આપવાની રહેશે . જથી T.D.S. રીર્ટન ફાઈલ સમય મર્યાદામાં કરાવી શકાય . ( ૪ ) કોઈપણ ચુંકવણુ કરવાનું થાય ત્યારે A / C PAYEE CHEQUE થીજ કરવાનું રહેશે રોકડમાં કરવાનું રહેશે નહિ તથા PFMS ચાલુ થાય ત્યારે PFMS માં એડવાઈઝ જનરેટ કરી ચુંકવણું કરવાનું રહેશે.સદર બાબતે જિલ્લા ચેરીએથી જાણ કરવામાં આવશે . જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે . ( ૫ ) દરેક વાઉચર તેમજ બિલ ઉપર PAID & CANCLE તથા PASS FOR PAYMENT ના સિકકા અવશય લગાવવાના રેહશે .

અત્રેની કચેરી ધ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટના યુ.ટી.સી. સમય મર્યાદામાં અત્રેની કચેરીએ મોકલી આપવાના રહેશે . યુ.ટી.સી. અત્રેની કચેરીએ મળ્યેથી અગાઉની ગ્રાન્ટ ફાળવવામાં આવશે . ( ૮ ) હિસાબી લગત તમામ રેકર્ડ , તમામ રજીસ્ટર , ખાસ ચેક રજીસ્ટર , રોજમેળ , વાઉચર ફાઇલ , બેંક પાસબુક , કોઠાળ રજીસ્ટર તથા ડેડ સ્ટોક રજીસ્ટ ૨ દ ૨ મહિનાના અંતે અધતન કરવાના રહેશે.દર મહિને રેન્ડમલી કોઈપણ કોઈ પણ બીઆરસી , સીઆરસી , એસએમડીસ તથા એસએમસીની મુલાકાત લેવામાં આવશે . જો હિસાબી રેકર્ડ અધતન નહિ હોઈ તો જે તે જવાબદાર સામે પગલા લેવામાં આવશે . ( ૯ ) બીઆરસી , સીઆરસી તથા બ્લોક સ્ટાફનું પગાર બિલ સમય મર્યાદામાં અત્રેની કચેરીએ મોકલી આપવાનું રહેશે જેથી સમય મર્યાદામાં પગાર કરી શકાય.પગાર બિલ બીઆરસી કો . ઓર્ડિ . એ સહી સિકકા સાથે અત્રેની કચેરીએ મોકલવાનું રહેશે . ( ૧૦ ) ખર્ચ પત્રક તથા બેંક રીકન્સીલેશન પત્રક દર મહિનાની અંતે અત્રેની કચેરીએ સહી સિકકા સાથે મોકલી આપવાનું રહેશે . ( ૧૧ ) હિસાબી પધ્ધતિમાં વાઉચર યા બિલ આવી ગયા પછીજ ચુંકવણું રહેશે કોઈપણ સંજોગોમાં વાઉચર યા તો બિલ વગર ચુંકવણું કરવાનું રહેશે નહિ તથા વાઉચર ફાઈલ અધતન રાખવાની રહેશે.તમામ બિલો જીએસટી નં . વાળા પાકા બિલજ લેવાના રહેશે . કાચા બિલ તથા વાઉચર ઉપર ચુંકવણુ કરવાનું રહેશે નહિ.તથા તમામ બિલો ઈનવર્ડ રજિસ્ટરમાં અવશય નોંધવાના રહેશે . ( ૧૨ ) નાંણકીય તમામ રેકર્ડ જે તે સ્થળેજ રાખવાનું રહેશે . નાંણકીય રેકર્ડ બીઆરસી , સીઆરસી , એસએમડીસ તથા એસએમસી સિવાય અન્ય જગ્યાએ રાખવામાં આવશે તો જે તે જવાબદાર સામે પગલાં ભરવામાં આવશે . ( ૧૩ ) એસએમસી તથા એસએમડીસી ઘ્વારા ખૂબજ મોટા પ્રમાણમાં પદરનો ખર્ચ કરવામાં આવે છે અને પછી પોતાના અંગત ખાતામાં રૂપિયા જમા કરવામાં આવે છે . આથી જણાવવામાં આવે છે કે જયા સુધી ગ્રાન્ટ ઉપલબ્ધ હોઈ તયા સુધી કોઈ પણ પદરનો ખર્ચ કરવાનો રહેશે નહિ.ખૂબજ જરૂરી હોઈ તેવા સમયેજ અને ૨૦૦૦ / - અંદરનો પદરનો ખર્ચ મર્યાદામાં રહીને કરવાનો રહેશે . વધુમાં જણાયેલ છે કે કોટેશન મંગાવવા ના પડે તે માટે એકજ બિલના ૨૦૦૦ / – અંદરના બિલો બનાવી બિલના ટુકડા કરવામાં આવે છે જે ખૂબજ ગંભીર બાબત છે તથા નાંણકીય નિયમની વિરુદ્ધની બાબત છે . આ બાબત તમામ સર્બધિત કર્મચારીએ ખાસ ધ્યાને લેવાની રહેશે . ( ૧૪ ) નાણાંકીય ઔચિત્યના સિધ્ધાંતને ધ્યાને રાખી નાંણાકીય નિતી નિયમોની મર્યાદામાં ખર્ચ કરવાનો રેહશે . ઉપર મુજબના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રેહશે તેમજ ઉપર મુજબના નિયમો પ્રમાણે ખર્ચ કરવાનો રેહશે જો ઉપર મુજબના નાણાંકીય નિયમની વિરુધ્ધ જઈને કોઈ ખર્ચ કરવામાં આવશે તો સબંધિત , સબંધિતો સામે આગળની કાયદેસરની કાર્યવાહી ક ૨ વામાં આવશે . જેની ખાસ નોંધ લેશો .  . 


મહત્વપૂર્ણ લિંક

બનાસકાંઠા બીઆરસી/સીઆરસી/એસેમસી કક્ષાએ ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાશના નિયમો તેમજ અન્ય સૂચનાઓ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

ફાળવવામાં આવતી ગ્રાન્ટ વપરાશ બાબતના નિતી નિયમો તથા અન્ય જરૂરી સુચનાઓ


Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email