-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

વર્ષ ૨૦૨૨-૨૩ આયોજન હેઠળ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત.

વર્ષ ૨૦૨૨-૨૩ આયોજન હેઠળ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત.

વિષય :વર્ષ ૨૦૨૨-૨૩ આયોજન હેઠળ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત.


 શિક્ષા ગુજરાત અંતર્ગત જુન ૨૦૧૦થી પ્રજ્ઞા અભિગમ તબક્કાવાર અમલમાં મુકવામાં આવેલ છે, રાજ્યના તમામ જિલ્લા/કોર્પોરેશન તરફથી ધોરણ ૧,૨માં પ્રજ્ઞા અભિગમ અમલીકૃત શાળાઓની મળેલ માહિતી મુજબ રાજ્યના ધોરણ ૧ અને ૨ના કુલ ૩૪૫૬૭ યુનિટમાં પ્રજ્ઞા અભિગમ મુજબ કાર્ય થઇ રહ્યું છે.

પ્રજ્ઞા અભિગમ(પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન) અર્થે બાળકોને તેમની રસ,રૂચી મુજબ પ્રવૃત્તિ કરી શકે અને ધોરણ ૧ અને રના શિક્ષકો દ્વારા શૈક્ષણિક સાહિત્ય નિર્માણ થઇ શકે તે માટે સદર ગ્રાન્ટ આપવામાં આવેલ છે, સદર ગ્રાન્ટ માંથી ધોરણ ૧ અને ૨ માં પ્રવૃત્તિ કરી શકાય તે અંગે રો-મટીરીયલ, પેન્સિલ, રબર, સ્લેટ પેન, ક્રેયોન કલર, સ્કેચપેન, ગુંદર, કોરા કાગળ, રંગીન કાગળ, કાર્ડ સીટ, ટીલડી,ઝરી, મણકા, શૈક્ષણિક/૧૦ આધારે રમકડાં(પ્રાણીનો,પક્ષીઓ,ફળ,કુલ વગેરે)/TLM, પોર્ટફોલીઓ જેવી સામગ્રી માટે ખર્ચ કરી શકાશે. ઉપરાંત સ્થાનિક કક્ષાએથી પ્રાપ્ત થઇ શકે અને ધોરણ ૧ અને રના બાળકોના શિક્ષણકાર્યમાં અધ્યયન નિષ્પતિઓ સિદ્ધ કરવા અર્થે ઉપયોગી બની શકે તે મુજબની પ્રવૃત્તિ નિર્માણ માટે સામગ્રી ખરીદી કરી શકાશે.

પ્રજ્ઞા અભિગમ વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ પ્રતિ યુનિટ દીઠ ૧૦૦૦/-(અંકે રૂપિયા એક હજાર) લેખે આપના જિલ્લાના પ્રજ્ઞા યુનિટની સંખ્યા મુજબ ફાળવેલ છે, જે ધ્યાને લઇ આપના જિલ્લાની પ્રજ્ઞા અભિગમ અંગેની જિલ્લા કોર્પોરેશનની પ્રાથમિક શાળાઓમાં આ સાથે સામેલ પત્રક અને સદર્ભ પત્ર મુજબ શાળાઓમાં ગ્રાન્ટ ફાળવવા અર્થે આગળની કાર્યવાહી કરવા વિનંતી છે.

સદર બાબત ગુજરાત સરકારના ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ના મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ GoG (અગાઉના પેન-૧૦) બજેટ હેઠળ પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ શાળાઓને(scને) ફાળવવી. SMC ખાતેથી જ ધોરણ ૧ અને રના શિક્ષકોને સદર ગ્રાન્ટ ફાળવવાની રહેશે. શિક્ષકોને મળેલ ગ્રાન્ટનો શાળા કક્ષાએ,વાઉચર નિયમાનુસાર નિભાવવાના રહેશે.

ગુજરાત સરકારના GoĞ વર્ષ ૨૦૨૨-૨૩ આયોજન હેઠળ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત.
પરિપત્ર અહીં થી ડાઉનલોડ કરો
ગુજરાત સરકારના GoĞ વર્ષ ૨૦૨૨-૨૩ આયોજન હેઠળ પ્રાથમિક શાળાઓમાં પ્રજ્ઞા વર્ગ સજ્જતા અંતર્ગત પ્રવૃત્તિ ગ્રાન્ટ ફાળવવા બાબત.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email