-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવા બાબત

નેશનલ ગેમ્સ  અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવા બાબત


Azadi ka AmritMahotsav “ Celebrating Unity through Sports ” થીમ હેઠળ તા .૧૨ સપ્ટેમ્બર થી ૧૬ સપ્ટેમ્બર , ૨૦૨૨ દરમ્યાન આગામી તા .૨૯ સપ્ટેમ્બર થી તા .૧૨ ઓક્ટૉબર , ૨૦૨૨ દરમ્યાન યોજાનાર " નેશનલ ગેમ્સ " અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવા બાબત . ગુજરાત સરકાર રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ પરિપત્ર ક્રમાંક : -એસએજી / ૧૦૨૦૨૨ / ૧૪૧૫ / ૫ સરદાર ભવન , સચિવાલય , ગાંધીનગર . તા .૦૫ / ૦૯ / ૨૦૨૨ પરિપત્ર : રાજય અને કેન્દ્ર સરકારની સંયુકત ભાગીદારીથી તા . ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર , ૨૦૨૨ દરમ્યાન ૩૬ મી નેશનલ ગેમ્સ ગુજરાત રાજયમાં યોજાનાર છે , જેમાં , ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં રમતવીરો ૩૬ વિવિધ રમતોની સ્પર્ધામાં ભાગ લેનાર છે . નેશનલ ગેમ્સનાં આયોજન - સંચાલન માટે અંદાજે ૩ થી ૪ વર્ષનો સમય લાગે છે , જ્યારે ગુજરાતે ૭ વર્ષથી ન યોજાયેલ નેશનલ ગેમ્સનું માત્ર ૩ મહિનાથી ઓછા સમયમાં સફળ આયોજન કરવાના પડકારને સ્વીકાર્યો છે . ૩૬ મી નેશનલ ગેમ્સ ગુજરાતના ૬ શહેરો જેવા કે , અમદાવાદ , સુરત , વડોદરા , રાજકોટ , ભાવનગર અને ગાંધીનગર ખાતે યોજાનાર છે . આ ઐતિહાસિક રમતોત્સવમાં દેશભરમાંથી ૭૦૦૦ થી વધુ ખેલાડીઓ ભાગ લેનાર છે . આ ૩૬ મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી તથા શાળા , કોલેજ અને યુનિવર્સીટીમાં રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે રમતગમતની અને પ્રચાર - પ્રસારની પ્રવૃત્તિઓ કરી તમામ વિદ્યાર્થીઓ અને અન્યોની વિશાળ ભાગીદારી સાથે આગામી તા .૧૨ સપ્ટેમ્બર થી તા . ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમ્યાન 

નેUnity through Sports ” ના થીમ હેઠળ રાજ્યની તમામ કોલેજ યુનિવર્સિટી અને શાળા કક્ષાએ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવાનું રહે છે . આ આયોજનની વિગતો નીચે મુજબ છે . કાર્યક્રમોના અયોજન અંગેની સામાન્ય વિગતો • તા .૧૨ સપ્ટેમ્બર , ૨૦૨૨ ના રોજ તમામ ૩૩ જિલ્લાઓમાં જિલ્લા મથક ખાતેની નિયત કરેલ કોલેજ / યુનિવર્સિટી ખાતે મુખ્ય કાર્યક્રમનુ આયોજન કરવું . તા .૧૨ સપ્ટેમ્બર , ૨૦૨૨ ના રોજના તમામ ૩૩ કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રીઓ / માનનીય સંસદસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે . જેને ધ્યાને લઇ આ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના અન્ય પદાધિકારીશ્રીઓ , સ્થાનિક આગેવાનો , વિવિધ સામાજીક સંસ્થાના પ્રતિનિધિઓ , રમતગમત સાથે સંકળાયેલ વિવિધ ક્લબો / મંડળોના પ્રતિનિધિશ્રીઓ , રમતવીરો , વ્યાયામ શિક્ષકો , કોચ વિગેરે તથા જન સમુદાય જોડાય તે જિલ્લા કક્ષાએથી સુનિશ્ચિત કરવું . - તા .૧૩ સપ્ટેમ્બર , ૨૦૧૨ ના રોજ જિલ્લાના અન્ય ૩ તાલુકા ખાતેની કોલેજ / યુનિવર્સિટી ખાતે કલેક્ટરશ્રી , જિલ્લા વિકાસ અધિકારિશ્રી અને જિલ્લા પોલિસ વડાશ્રી તથા સંબંધિત તાલુકા કક્ષાના પદાધિકારીશ્રીઓ જેમ કે , માનનીય ધારાસભ્યશ્રી / સંસદસભ્યશ્રી / પ્રમુખશ્રી વિગેરેની ઉપસ્થિતમાં કાર્યક્રમનું આયોજન કરવું . તા .૧૪ સપ્ટેમ્બર , ૨૦૨૨ ના રોજ જિલ્લાની બાકી રહેલ તમામ કોલેજ / યુનિવર્સિટી ખાતે જિલ્લા / પ્રાંતના અન્ય સિનિયર અધિકારીશ્રીઓ સ્થાનિક પદાધિકારિશ્રીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમોનુ આયોજન કરવું . તા . ૧૫ અને ૧૬ સપ્ટેમ્બર , ૨૦૨૨ દરમ્યાન જિલ્લાની તમામ શાળાઓ ખાતે કાર્યક્રમનુ આયોજન કરવુ . ઉક્ત તમામ કાર્યક્રમોમાં જાણીતા ખેલાડીઓ ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરવુ . આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ , તેમના વાલીઓ , રમતવીરો ઉપરાંત સ્થાનિક આગેવાનો , રમતગમત સાથે સંકળાયેલ વિવિધ ક્લબો / મંડળોના પ્રતિનિધિઓ , રમતવીરો અને લોકો મોટી સંખ્યામાં જોડાય અને આ કાર્યક્રમોમાં વિશાળ જન ભાગીદારી સાથે ઉત્સાહપુર્વક ભવ્યરીતે ઉજવાય તે માટે જરૂરી કાર્યવાહી કરવી . 


કાર્યક્રમના સફળ આયોજન માટેની જવાબદારી કોલેજ / યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમો માટે : મહાનગરપાલિકા ધરાવતા જિલ્લા ખાતેના કાર્યક્રમો માટે સબંધિત મહાનગરપાલિકા કમિશનરશ્રી અને અન્ય જિલ્લાઓમાં જિલ્લા કલેકટરશ્રી દ્વારા આગેવાની લઇ આ કાર્યક્રમો સફળતાપૂર્વક અને યોગ્ય જનભાગીદારી સાથે સંપન્ન થાય તે માટે કાર્યવાહી કરાવવી . . . • શાળાઓ ખાતેના કાર્યક્રમો માટે : ૦ મહાનગરપાલિકા ખાતેના ખાતેની તમામ શાળાઓ ખાતેના કાર્યક્રમો માટે સબંધિત શાસનાધિકારીશ્રી અન્ય શહેરી વિસ્તાર ( તમામ નગરપાલિકા વિસ્તાર ) ની તમામ શાળાઓ માટેના કાર્યક્રમો માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી , ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓ ખાતેના કાર્યક્રમો માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા આગેવાની લઇ તમામ સરકારી , ખાનગી અને અનુદાનિત શાળાઓ ખાતેના કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે જરૂરી કાર્યવાહી કરાવવી . આ કાર્યક્રમો યોગ્ય પ્રોટોકોલ તથા તમામ વિદ્યાર્થીઓ , શિક્ષકો , વાલીઓ , રમતવીરો , સ્થાનિક આગેવાનો તથા જનસમુદાયની યોગ્ય ભાગીદારી સાથે સફળતાપૂર્વક સંપન્ન થાય તે માટે સબંધિત કોલેજ / યુનિવર્સિટી / શાળા દ્વારા જરૂરી તમામ વ્યવસ્થા અને કામગીરી કરવાની રહેશે . . કાર્યક્રમના સફળ આયોજન માટે કામગીરીની સુચિત વહેંચણી ( અ ) સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત રાજયની કોલેજ / યુનિવર્સિટી ખાતે યોજાનાર કાર્યક્રમોમાં માન.મંત્રીશ્રીઓ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહે તે માટેની જરૂરી કાર્યવાહી કરવી . ૩૬ મી નેશનલ ગેમ્સના હોર્ડીંગ્સ , બેનર્સ અને બેકડ્રોપની ડિઝાઇન તૈયાર કરવી . ૩૬ મી નેશનલ ગેમ્સ ૨૦૨૨ અંગેની નોંધ તૈયાર કરવી . શાળા / કોલેજ / યુનિવર્સિટીના કાર્યક્રમોના ફોટોગ્રાફસ સહિતની વિગતો અપલોડ કરવા માટે પોર્ટલ તૈયાર કરાવવું . • કોલેજ / યુનિવર્સિટી ખાતે યોજાનાર ઇવેન્ટસની વિગતો સાથે કાર્યક્રમોનો સોશ્યલ મીડીયા પર પ્રચાર - પ્રસાર કરવો . . .  

ગ્રામ્ય કક્ષાએ શાળાઓ ખાતેના કાર્યક્રમમાં પંચાયતના સરપંચશ્રી અને સ્થાનિક આગેવાનોને સામેલ કરવા . જિલ્લા , પ્રાંત અને તાલુકા કક્ષાના વર્ગ -૧ અને વર્ગ - રના તમામ અધિકારીશ્રીઓ સક્રીય રીતે તા . ૧૫ અને ૧૬ ના રોજ શાળા પ્રવેશોત્સવની જેમ શાળાઓ ખાતેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે સુનિશ્ચિત કરવું . તમામ સ્થળોએ “ નેશનલ ગેમ્સ ” નો પ્રચાર - પ્રસાર કરવો . તમામ મહાનુભાવોના પ્રોટોકોલ મુજબ માનમરતબો જળવાય તે સુનિશ્ચિત કરવું . કાર્યક્રમના દિવસ માટેની સુચિત રૂપરેખા સ્થળ : દરેક જિલ્લામાં ૧ કોલેજ / યુનિવર્સિટી ( કુલ ૩૩ કાર્યક્રમ ) સમય વિગત ૦૫ મીનીટસ ૦૫ મીનીટસ ૧૦ મીનીટસ ૧૫ મીનીટસ કોલેજ । યુનિવર્સિટી કક્ષાએ યોજાનાર કાર્યક્રમ માટેની રૂપરેખા દિવસ -૧ , તા . ૧૨ સપ્ટેમ્બર , ૨૦૨૨ ૩૦ મીનીટસ ૦૫ મીનીટસ મહાનુભાવોનું સ્વાગત કોલેજ પ્રિન્સિપાલ / ડાયરેકટર / વાઇસ ચાન્સેલર દ્વારા ૩૬ મી નેશનલ ગેમ્સ અંગેનું પ્રવચન શિક્ષક અને કોચની આગવી ભુમીકાને બિરદાવવી મહાનુભાવોનું ઉદ્દબોધન ( માન.મંત્રીશ્રી / માન . સંસદસભ્યશ્રી / માન ધારાસભ્યશ્રી ) ૩૬ મી નેશનલ ગેમ્સ એન્થમ મેસ્કોટ પ્રેઝન્ટેશન ફીટ ઇન્ડીયા ઓથ રમતગમતની પ્રવૃત્તિઓ આભાર વિધી .  

નેશનલ ગેમ્સ  અંગેની જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવા બાબત

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email