-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

શાળાનેતૃત્વ ઓનલાઇન કોર્સ બાબત

શાળાનેતૃત્વ ઓનલાઇન કોર્સ બાબત


વિષય:- શાળાનેતૃત્વ ઓનલાઇન કોર્સ બાબત


શ્રીમાન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં શાળાના આચાર્યો અને શાળા સંકુલ પ્રમુખો માટે નેતૃત્વ અને સંચાલન કૌશલ્યને અભિવૃધ્ધ કરવા માટે વિવિધ વર્કશોપ, તાલીમ અને ઓનલાઇન કાર્યક્રમો વિકસાવવાની ભલામણ કરેલ છે. આ કાર્યક્રમ દ્વારા શાળાના આયાર્યોમાં નેતૃત્વ અને વ્યવસ્થાપન કૌશલ્યમાં સુધારો કરી શકાશે તેવી અપેક્ષા છે. The National Institute of Educational Planning and Administration (NIEPA)ખાતે 2012માં સ્થપાયેલ National Centre for School Leadership (NCSL) દેશની શાળાઓમાં પરિવર્તન લાવવાકટિબદ્ધ, છે. શાળાઓમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે NIEPA-NCSL અને GCERT ના સંયુક્ત ઉપક્રમે શાળા નેતૃત્વની આવશ્યકતા અને શાળાના પ્રશ્નોને ધ્યાને રાખી વર્કશોપ, તાલીમ અને ઓનલાઇન કોર્સનુંઆયોજન થઇ રહ્યું છે.


જે પૈકી   શાળાના આચાર્યો માટે શાળા નેતૃત્વનો ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવેલ છે. જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના મુખ્ય શિક્ષકો/ આચાર્યો આ ઓનલાઇન કોર્સમાં જોડાય તો તેઓના નેતૃત્વ અને સંચાલન કૌશલ્યને અભિવૃધ્ધ કરી શકાય તેમ છે. આ બાબતને ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના મુખ્ય શિક્ષકો, આચાર્યો આ ઓનલાઇન કોર્સમાં જોડાય તે માટે જરૂરી સૂચના પ્રસારિત કરવા આથી જણાવવામાં આવે છે.


કોર્સનું નામઃ Online Programme on School Leadership ond Management



કોર્સમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


કોર્સની લિંક :-કોર્સમાં જોડાવા માટે અહીં ક્લિક કરો

જેમાં Online PSLM ટેબ પર કલીક કરી કોર્સમાં જોડાઇ શકાશે. કોર્સમાં જોડાતાં પૂર્વે PSLM પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.આ કોડને સ્કેન કરી ગૂગલફોર્મમાં મુખ્ય શિક્ષકો, આચાર્યો વિગતભરવાની રહેશે.


શાળાનેતૃત્વ ઓનલાઇન કોર્સ બાબત

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email