-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

Digital Gujarat Scholarship Registration | ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?

Digital Gujarat Scholarship Registration | ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું?


Digital Gujarat Scholarship Detail in Gujarati | ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ રજીસ્ટ્રેશન | Digital Gujarat Registration । How to Online Registration Digital Gujarat Scholarship

કેંન્‍દ્ર સરકાર અને રાજ્ય નાગરિકોની ઉન્નતિ, વિકાસ માટે વિવિધ યોજનાઓ સરકારશ્રી દ્વારા અમલ મુકવામાં આવે છે. રાજ્યમાં દરેક પ્રકારના વર્ગ માટે અલગ અલગ યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના સારી અને ઉચ્ચ કક્ષાનું મેળવે તે ખૂબ જરૂરી છે. જેના માટે સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા ઘણી બધી વિદ્યાર્થી લક્ષી સ્કોલરશીપ અને યોજનાઓ બહાર પાડે છે.

રાજ્યના વિદ્યાર્થીઓ માટે 190 થી વધુ સેવાઓ Digital Gujarat Portal પર ઓનલાઈન ચલાવવામાં આવે છે. જેમાં સ્કોલરશીપની સેવા પણ Online કરેલ છે. ગુજરાતમાં જુદી-જુદી જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેમાં પીએમ યશસ્વી સ્કોલરશીપ યોજના, પ્રગતિ સ્કોલરશીપ યોજના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તથા digital gujarat portal scholarship થી વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવશે. પ્રિય વાંચકો આજે આપણે આ આર્ટિકલ દ્વારા Digital Gujarat Scholarship Registration કેવી રીતે કરવું તેની માહિતી મેળવીશું.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,ગાંધીનગર હેઠળ ઘણા વિભાગો કાર્યરત છે. જેમાં નિયામક વિકસતી જાતિ કલ્યાણ બોર્ડ, આદિજાતિ વિકાસ, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષા દ્વારા ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2021 બહાર પાડવામાં આવેલ છે. જેમાં ગુજરાતના રાજ્ય સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક, ધોરણ-11 & 12, ડિપ્લોમા, આઈ.ટી.આઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફિલ,પીએચડી વગેરે વિવિધ અભ્યાસક્રમના ઓનલાઈન અરજીઓ Digital Gujarat Portal દ્વારા સ્વીકારવામાં આવે છે. ડિજીટલ ગુજરાત સ્કોલરશીપ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું? તેની માહિતી મેળવીશું

Digital Gujarat Scholarship Online Form ભરવા માટે અલગ-અલગ અભ્યાસક્રમ અગાઉથી નક્કી કરેલા છે. ગુજરાતના મૂળ વતની હોય અને જેમને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના કે અન્ય સહાય ન મેળવેલ હોય તેમને આ યોજનાનો લાભ મળશે. જેમાં રાજ્યમાં કે રાજ્ય બહાર સરકાર માન્ય ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સંસ્થાઓ, કોલેજો/ITI કે અન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળશે. નીચે મુજબના અભ્યાસક્રમ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓને Digital Gujarat Scholarship Portal દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે.

  • ધોરણ-11 & 12
  • ડિપ્લોમા
  •  ITI ના અભ્યાસક્રમ
  • સ્નાતકના અભ્યાસક્રમ
  • અનુસ્નાતકના અભ્યાસક્રમ
  • એમ.ફિલ
  • પી.એચ.ડી

ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ માટે Citizen Login બનાવવું પડે. રાજ્યના વિદ્યાર્થીઓ અને નાગરિકો નવું લોગીન જાતે બનાવી શકે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર તમામ શિષ્યવૃત્તિના ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે. ડિજીટલ ગુજરાત પોર્ટલનો ઉપયોગ કરવા માટે Citizen Registration કરવું જરૂરી છે. How to Online Registration Digital Gujarat Scholarship ની માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ તમારા મોબાઈલ કે લેપટોપ માં Google Search માં Digital Gujarat સર્ચ કરવું.
  • ત્યારબાદ વિદ્યાર્થીએ અને નાગરિકોઓએ Register પર ક્લિક કરવાનું રહેશે.
  • રજીસ્ટર પર ક્લિક કરીને પોતાની માહિતી જેવી મોબાઈલ નંબર, ઈ મેઈલ આઈડી, પાસવર્ડ અને Capcha Image નાખીને Save કરવાનું રહેશે.
  • તમામ Detail નાખીને Save કરતાં મોબાઈલ નંબરના વેરિફિકેશન માટે કન્‍ફર્મેશન કોડ આવશે જે વેબસાઈટ પર નાખવાનો રહેશે.
  • મોબાઈલ નંબર વેરિફાય થયા બાદ વિદ્યાર્થીએ પોતાની વ્યકિતગત માહિતી જેવી જાતિ First Name, Middle Name, Last Name, પૂરું સરનામું, પાસપોર્ટ સાઈઝનો ફોટો Upload કરીને Update કરવાનું રહેશે.
  • ઉપરની માહિતી Update કર્યા બાદ વિદ્યાર્થીએ Citizen Profile માં આપેલી માહિતી ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ, વ્યકિતગત માહિતી, મોબાઈલ નંબર, સરનામું વગેરે માહિતી ભરીને “Update Profile” પર Click કરવાની રહેશે.

Click the “Confirm” option


Official Source – Official Website 

Official AdvertisementOnline Application

Registration Procedure of  Digital Gujarat Scholarship

The residents of Gujarat can register with the Government of Gujarat Online Portal by following the steps mentioned below:

Access the Portal  https://www.digitalgujarat.gov.in


ડિજીટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઘણી બધી સ્કોલરશીપના ઓનલાઈન ફોર્મ ભરાય છે. વિવિધ વિભાગની ઘણી બધી સ્કોલરશીપના ઓનલાઈન અરજી દરમિયાન કોઈ સમસ્યા હોય તો ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકે છે.

Digital Gujarat Helpline Number :- 18002335500




Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email