-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

ધો.૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત.

ધો.૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત.


વિષયઃ ધો.૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત.
આપ જાણો છો તેમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અંતર્ગત પ્રાથમિક સ્તરે બાળકોમાં પાયાગત સાક્ષરતા સુનિશ્ચિત કરવા પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવાનું થાય છે. જે અંતર્ગત મૌખિક વાચન પ્રાવિણ્ય (ORF) જેવી પાયાની કુશળતાને માપવા માટે સારી રીતે વ્યાખ્યાયિત કરેલ સૂચકાંકની સામાન્ય સમજ હોવી જરૂરી બને છે. પ્રતિ મિનિટ કેટલા શબ્દો સચોટ રીતે સમજણ સાથે વાંચવાની બાળકની ક્ષમતા છે તે ORF દર્શાવે છે.

અત્રેની કચેરી દ્વારા ધોરણ-૩ થી ૮માં અભ્યાસ કરતા બાળકોને Oral Reading Fluency (ORF) ની પ્રેક્ટિસ કરાવવા અને તેના મૂલ્યાંકન માટે G-Shala એપમાં સુવિધા વિકસાવવામાં આવેલ છે. જે શિક્ષકોને વર્ગમાં વિદ્યાર્થી વાર વ્યક્તિગત ORF મૂલ્યાંકન કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. વધુમાં, ધોરણ-૩ થી ૮ના વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મથી વાચનનો મહાવરો પણ કરી શકે છે.


પરંપરાગત રીતે, ORF મૂલ્યાંકન અંતર્ગત શિક્ષકો માટે વિદ્યાર્થી વાર વાંચનના સમયને રેકોર્ડ કરવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. જ્યારે ટેકનોલોજીના ઉપયોગથી Oral Reading Fluencyનું સરળતાથી માપન કરી શકાય છે. આ સુવિધામાં અવાજને આધારે લખાણ (speech to text) ઓળખવાની ટેકનીક અને AI એલ્ગોરિધમ વાંચન દરમિયાન કેટલું સાચું વાંચન કેટલા સમયમાં કર્યુ તે જણાવે છે.




ઉપરોક્ત વિગતે, ધોરણ-૩ થી ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગુજરાતી ભાષા માટે ORF મૂલ્યાંકન અને મહાવારા માટે G-Shala એપનો ઉપયોગ કરે તે અંગે આપની કક્ષાએથી જરૂરી આદેશ તથા સમીક્ષા કરવા જણાવવામાં આવે છે.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email