નિષ્ઠા 4.0 (ECCE) અંતર્ગત સી.આર.સી.સી, બી.આર.સી.સી, તેમજ લેકચરરને જોડવા બાબત
વિષયઃ નિષ્ઠા 4.0 (ECCE) અંતર્ગત સી.આર.સી.સી, બી.આર.સી.સી, તેમજ લેકચરરને જોડવા બાબત
વિષય અન્વયે જણાવવાનુ કે રાજયના તમામ સી.આર.સી.સી, બી.આર.સી.સી. તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ડી.આર.યુ. શાખાના લેકચરરને NISHTHA 4.0 (National Initiative For School Heads' and Teachers' Holistic Advancement) Early childhood care and Education (ECCE) અંતર્ગત માસ્ટર્સ ટ્રેનર્સ તરીકે તાલીમ કોર્સના મોડયુલ 1 થી 06 માં ફરજિયાત જોડાવવાનું રહેશે જે પૈકી નીચે જણાવેલ 02 કોર્ષમાં આપેલ આયોજન અનુસાર જોડાવવા સારું આપની કક્ષાએથી આદેશો કરવા આથી જણાવવામાં આવે છે.
ઓનલાઇન કોર્સમાં જોડાવવા માટે સેલ્ફ ડિકલેરેશન ફોર્મ નિષ્ઠા પોર્ટલ પર ફરજિયાત ભરવાનું રહેશે અન્યથા કોર્સમાં જોડાઇ શકાશે નહીં. રજીસ્ટ્રેશનમાં આપેલ વિગતો પૈકી લાગુ પડતી વિગતો ફરજિયાત ભરવાની રહેશે.
નિષ્ઠા ઓન દીક્ષાકોર્સમાંલોગીનથવા માટેની સમજ આપતો તેમજ સેલ્ફ ડિક્લેરેશનફોર્મ ભરવા અંગેની સમજ આપતો વીડીયો બાજુમાં આપેલ QR કોડનેસ્કેન કરતાં જોઇ શકાશે.
• આ તાલીમ દરમિયાન તાલીમમાં જોડાવવા સંબંધી તેમજ શૈક્ષણિક પ્રશ્નો કે મુશ્કેલીઓ માટે જિલ્લા નોડલ ઓફિસરનો (નિષ્ઠા 4.0 તાલીમ) સંપર્ક કરવાનો રહેશે.
• દરેક સહભાગીએ ઓનલાઇન કોર્સ પૂર્ણ કર્યા બાદ નિષ્ઠા તાલીમ પૂર્ણ કર્યા અંગેનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. જે માટે તાલીમાર્થીએ કોર્સના મૂલ્યાંકનકાર્યમાં 70% ગુણ પ્રાપ્ત કરવાના રહેશે તો જ તેનું જ ઓનલાઇન પ્રમાણપત્ર જનરેટ થશે. તાલીમ પૂર્ણ થયા બાદ ૧૫ દિવસમાં દીક્ષા પ્લેટફોર્મમાં લોગીન થતા પ્રોફાઇલ પેજમાંથી ડાઉનલોડ કરી શકાશે.
દરેક સહભાગીએ તાલીમમાં શીખેલ બાબતોનો કોર્સવાર અહેવાલ તાલીમપૂર્ણ થયા બાદ બી.આર.સી. કો.ઓર્ડિનેટના માધ્યમથી ડાયટ ખાતે જમા કરાવવાનો રહેશે.
Post a Comment
Post a Comment