-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

ધોરણ-૧ માં બાળકના પ્રવેશ વખતે વય મર્યાદા બાબત લેટર

ધોરણ-૧ માં બાળકના પ્રવેશ વખતે વય મર્યાદા બાબત લેટર

ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ ના નિયમ ક્રમાંક : 3 માં થયેલ સુધારા બાબતના શિક્ષણ વિભાગના જાહેરનામા મુજબ કરવા પુનઃ સૂચના બાબત સંદર્ભ : - 1 ) શિક્ષણ વિભાગનું તા . ૩૧ / ૦૧ / ૨૦૨૦ નું નોટિફિકેશન 2 ) અત્રેની કચેરીનો પત્રક્રમાંક : પ્રાશિનિ / RTE / ૧૭૪૦૭ / ૨૦૨૦ / ૮૪૪-૯૩૦ તા . ૦૩/૦૬/૨૦૨૦ 3 ) અત્રેની કચેરીનો પત્રક્રમાંક : પ્રાશિનિ / RTE / 32630 / ૨૦૨૦ / ૪૩૪૩-૪૪૩૦ તા .૨૩૮૧૨૮૨૦૨૦ ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , આર.ટી.ઈ. એક્ટ -૨૦૦૯ અન્વયે ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ સમગ્ર રાજ્યમાં અમલમાં છે . સંદર્ભ દર્શિત શિક્ષણ વિભાગના જાહેરનામા દ્વારા ગુજરાત આર.ટી.ઈ રૂલ્સ -૨૦૧૨ નાં નિયમ ક્રમાંક : ૦૩ ( ૧ ) માં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવેલ છે . પ્રકરણ -૨ : મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર ૩. ( ૧ ) શૈક્ષણિક વર્ષનાં ૧ જુનનાં રોજ જે બાળકની ઉંમરનું ૬ ઠું વર્ષ પુરુ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહી . શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ , ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ દરમિયાન , કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1 લી જૂને 5 વર્ષની વય પૂર્ણ કરેલા હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે . ઉક્ત સુધારા બાબતનું શિક્ષણ વિભાગનું નોટિફિકેશન સંદર્ભ - ર દર્શિત પત્રથી મોકલી આપવામાં આવેલ .. જે મુજબની જાણ આપની કક્ષાએથી આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં કરવા જણાવવામાં આવેલ છે . પરંતુ , ઘણા વાલીઓ દ્વારા સદર બાબતે અત્રેની કચેરી ખાતે રજૂઆત કરેલ હોઈ 


સદર બાબતનો પ્રચાર - પ્રસાર જિલ્લા કક્ષાએ યોગ્ય રીતે થયેલ હોઇ તેમ જણાઈ આવતું નથી . આથી , પુનઃ જણાવવામાં આવે છે કે ઉક્ત મુજબના સુધારાની જાણ આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળાઓમાં સત્વરે કરવાની રહેશે . તેમજ વાલીઓને પણ સલાહ આપવાની રહેશે કે , જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો , શિક્ષણ વિભાગના સદર જાહેરનામાને ધ્યાને લઈ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક ( Playgroup , Nursery , Jr.KG , Sr.KG ) માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ -૧ માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૧ જૂનના રોજ ૬ વર્ષની ઉંમર પૂર્ણ થયેલ હોય . જો કોઈ શાળાઓ દ્વારા સદર જાહેરનામાને ધ્યાને લીધા સિવાય પ્રવેશ આપશે અને શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં જે તે વિદ્યાર્થી પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ધોરણ -૧ માં પ્રવેશ મેળવવા કાર્યવાહી કરે ત્યારે તે બાળકની વય ૧ જૂનનાં રોજ ૬ વર્ષથી ઓછી હશે તો પ્રવેશ મળી શકશે નહીં . અને જે તે વિદ્યાર્થીને પુનઃ ૧ વર્ષ પૂર્વ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસ કરવો પડશે . આથી , વાલી અને શાળા તેમજ કચેરી સાથે સંઘર્ષનું વાતાવરણ ઉભુ થશે . ટૂંકમાં , શૈક્ષણિક ૨૦૨૩-૨૪ થી ૧ જુનનાં રોજ જે બાળકની ઉંમરનું ૬ ઠું વર્ષ પુરુ થયુ ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં ધોરણ -૧ માં પ્રવેશ આપવામાં આવશે નહી . આથી , સદર જાહેરનામાથી આપના તાબા હેઠળની તમામ પ્રાથમિક શાળઓ માહિતગાર થાય તે મુજબની કાર્યવાહી કરવા અગાઉ પણ આપને સૂચના આપવામાં આવેલ હતી , તેમ છતાં પુનઃ ઉપર મુજબની કાર્યવાહી કરવા સૂચના

મહત્વપૂર્ણ લિંક


શૈક્ષણિક વર્ષ 2023 24 માં ધોરણ 1 માં પ્રવેશ બાબત લેટર 16/3/2022 માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક

ધોરણ-૧ માં બાળકના પ્રવેશ વખતે એક દિવસ ખૂટતો હશે તોય આખુ વર્ષ રાહ જોવી પડશે તે બાબત સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ધોરણ-૧ માં બાળકના પ્રવેશ વખતે વય મર્યાદા બાબત 16/3/2022 લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

જૂનો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


 આપવામાં આવે છે . 

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email