નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા લેવાના થતાં નિવારાત્મક પગલાંઓ બાબત . ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ પરિપત્ર ક્રમાંક : પરચ - ૧૦૨૦૨૦ - પ ૦૧ - ટ સચિવાલય , ગાંધીનગર , તા . ૨૪/૦૫/૨૦૨૧ વંચાણે લીધા : ( ૧ ) આ વિભાગનો સમાન ક્રમાંકનો તા .૧૭ / ૦૫ / ૨૦૨૧ નો પરિપત્ર ( ૨ ) ગૃહ વિભાગનો તા .૨૦ / ૦૫ / ૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક : વિ -૧ / કવિ / ૧૦૨૦૨૦ / ૪૮૨ - A ( ૩ ) ગૃહ વિભાગનો તા .૨૦ / ૦૫ / ૨૦૨૧ ના પરિપત્ર ક્રમાંક : વિ -૧ / કવ / ૧૦૨૦૨૦ ૪૮૨ - B પરિપત્ર : રાજ્યમાં કોરોના વાઈરસ ( કોવિડ -૧૯ ) નું સંક્રમણ વધતા તમામ સરકારી / અર્ધસરકારી / બોર્ડ / કોર્પોરેશનની કચેરીઓમાં ફરજ બજાવતાં અધિકારીઓ / કર્મચારીઓને નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ચેપી રોગનું સંક્રમણ ન થાય તે માટે પૂરતી તકેદારી લેવાના ભાગરૂપે ઉપર વંચાણમાં લીધેલ ક્રમ ( ૧ ) સામેના પરિપત્રથી જરૂરી સૂચનાઓ તા .૧૭ / ૦૫ / ૨૦૨૧ થી તા .૨૧ / ૦૫ / ૨૦૨૧ સુધીના સમયગાળા માટે પરિપત્રિત કરવામાં આવેલ છે . ૨ . દરમ્યાનમાં ઉપર વંચાણમાં લીધેલ ક્રમ ( ૨ ) અને ( ૩ ) સામેના ગૃહ વિભાગના બે હુકમોથી કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતાં સરકારી / અર્ધસરકારી કચેરી , બોર્ડ / કોર્પોરેશનમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ % સુધી મર્યાદિત કરવાનું સુનિશ્ચિત કરવા નક્કી કરેલ છે . 3 . રાજ્ય સરકાર દ્વારા નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય . તે હેતુથી જાહેર હિતમાં તા .૨૪ / ૦૫ / ૨૦૨૧ થી તા .૨૮ / ૦૫ / ૨૦૨૧ સુધી આવશ્યક / તાત્કાલિક સેવા સિવાયની સરકારી કચેરીઓ પ ૦ % સ્ટાફ સાથે ચાલુ રાખવા સંબંધમાં નીચે મુજબની સૂચનાઓ આપવામાં આવે છે . • રાજ્ય સરકારના વહીવટી વિભાગો અને ખાતાના વડાઓ હસ્તકની કચેરીઓ , અર્ધસરકારી , બોર્ડ / કોર્પોરેશનની કચેરીઓમાં અધિકારી / કર્મચારીઓ સંબંધમાં ૫૦ % સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે . અન્ય અધિકારી / કર્મચારીઓએ ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે તેમજ મોબાઈલ ફોન અને ઈ - મેઈલ પર ઉપલબ્ધ રહેવાનું રહેશે . જો કે જાહેર સેવા વિતરણ સંબંધમાં કોઈ અડચણ ન આવે તે રીતે જરૂરી તમામ સ્ટાફે ઉપસ્થિત રહેવાનું રહેશે . રાજ્ય સરકાર હસ્તકની આવશ્યક / તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ કચેરીઓ સિવાયની કચેરીઓમાં ફરજ બજાવતાં દિવ્યાંગ કર્મચારીઓ ( Person with disabilities ) તથા સગર્ભા મહિલા કર્મચારીઓને ફરજ પર બોલાવવાના રહેશે નહિ . પરંતુ આવા કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે . • શનિવાર , તા . ૨૯/૦૫/૨૦૨ ૧ ના રોજ આવશ્યક / તાત્કાલિક સેવા સિવાયની તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે . • કચેરીમાં કર્મચારીઓ / અધિકારીઓની હાજરીના સંબંધમાં દરેક કામના સ્થળે સામાજિક અંતર ( Social Distances ) જળવાય તે જોવાનું રહેશે . • નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) નું સંક્રમણ ન થાય તે માટે અધિકારીઓની રૂબરુ મુલાકાત , બેઠક વગેરે ટાળી , વીડીયો કોન્ફરન્સ સુવિધાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે પ્રકારનું આયોજન કરવા સર્વે વહીવટી વિભાગને જણાવવામાં આવે છે . • નોવેલ કોરોના વાઈરસ ( Covid - 19 ) ના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં વધુમાં વધુ Correspondence સરકારી ઈ - મેઈલ પર થઈ શકે , તે મુજબની વ્યવસ્થા સર્વે વિભાગે ગોઠવવી . ગુજરાતના રાજયપાલશ્રીના હુકમથી અને તેમના નામે , અધિક મુખ્ય સચિવ ( ક.ગ. ) સામાન્ય વહીવટ વિભાગ ગુજરાત સરકાર પ્રતિ , ( ૧ ) માન . રાજ્યપાલશ્રીના અગ્ર સચિવશ્રી , રાજભવન , ગાંધીનગર . ( ૨ ) માન . મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી , સ્વર્ણિમ સંકુલ -૧ , સચિવાલય , ગાંધીનગર . ( ૩ ) માન . મંત્રીશ્રી / રા.ક.મંત્રીશ્રીઓના અંગત સચિવશ્રીઓ , સ્વર્ણિમ સંકુલ -૧ / ૨ , ગાંધીનગર . ( ૪ ) માન . વિરોધપક્ષના નેતાશ્રીના અંગત સચિવશ્રી , ગુજરાત વિધાનસભા , સચિવાલય , ગાંધીનગર . ( ૫ ) મુખ્ય સચિવશ્રીના સંયુક્ત સચિવશ્રી , સચિવાલય , ગાંધીનગર . ( ૬ ) સર્વે અધિક મુખ્ય સચિવશ્રી / અગ્ર સચિવશ્રી / સચિવશ્રી , સચિવાલયના સર્વે વિભાગ ( તેઓ હસ્તકના ખાતાના વડા તેમજ તાબાની કચેરીઓના ધ્યાને મુકવા સારૂ . ) ( ૭ ) નિવાસી નાયબ સચિવશ્રી , સા.વ.વિ. , સચિવાલય , ગાંધીનગર , ( ૮ ) નાયબ પોલીસ અધીક્ષકશ્રી ( સલામતી શાખા ) , સચિવાલય , ગાંધીનગર , ( ૯ ) સામાન્ય વહીવટ વિભાગના સર્વે અધિકારીશ્રી , ( ૧૦ ) સેકશન અધિકારીશ્રી ( બુથ ) , સામાન્ય વહીવટ વિભાગ , સચિવાલય , ગાંધીનગર . ( ૧૧ ) સેકશન અધિકારીશ્રી ( HRMs Cell ) , સા.વ.વિ. , સચિવાલય , ગાંધીનગર . ( ૧૨ ) સિલેક્ટ ફાઈલ ( ટ - શાખા ) ( ૧૩ ) જનરલ સિલેકટ ફાઈલ .
Post a Comment
Post a Comment