-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રાન્ટથી ગાંધીનગર ખાતે એક દિવસ સાયન્સસીટી પ્રવાસમાં આવનાર શાળાઓને જાણ કરવા બાબત

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રાન્ટથી ગાંધીનગર ખાતે એક દિવસ સાયન્સસીટી પ્રવાસમાં આવનાર શાળાઓને જાણ કરવા બાબત

વિષય: દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત ગ્રાન્ટથી ગાંધીનગર ખાતે એક દિવસ સાયન્સસીટી પ્રવાસમાં આવનાર શાળાઓને જાણ કરવા બાબત

જય ભારત સહ જણાવવાનું કે દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત એક દિવસના સાયન્સસીટી કાર્યક્રમમાં હાજર રહેવા માટે આ સાથેની યાદી અનુસારની શાળાઓને આપની કક્ષાએથી હાજર રહેવા આદેશ કરવાનો રહેશે. આ શાળા દ્વારા દૂરવર્તી ગ્રાન્ટમાંથી થતો પ્રવાસ છે. શાળાઓને યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લાઓની શાળાઓને તારીખ અનુસાર સવારે 10.00 થી 10,30 કલાક સુધીમાં જીસીઈઆરટી કચેરી, ગાંધીનગર ખાતે હાજર રાખવા.

• સાયન્સસીટી ખાતે અન્ય સ્થાનોની મુલાકાત દરમિયાન નોટ અને પેન સાથે લાવે નોંધ કરે તેની તકેદારી શિક્ષક કરાવે.

• દરેક શાળામાંથી ધૌરણ ૬ થી ૮ ના ૫૦ વિદ્યાર્થીઓને સદર કાર્યક્રમમાં લાવવાના છે, * વિદ્યાર્થીઓમાં કુમાર કન્યાની સંખ્યા સમપ્રમાણમાં રહે તેની કાળજી લેવી.

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ શાળાના નિર્ધારિત ગણવેશમાં આવવાનું રહેશે. તેમના ઓળખકાર્ડ સાથે

લાવવાના રહેશે. • આવનારી શાળાઓની સાથે જે તે શાળાના જ વધુમાં વધુ બે શિક્ષકોએ જોડાવવાનું રહેશે, જેમાં ઓછામાં ઓછા એક શિક્ષિકાનો સમાવેશ કરવો. કોઇપણ સંજોગોમાં વધારે સંખ્યામાં શિક્ષકો ન આવે તે સ્પષ્ટ રીતે જણાવવાનું રહેશે, શકય હોયતો આચાર્ય અને એક જ શિક્ષક આવે. જો આચાર્ય ન આવે તો જ બે શિક્ષકો

આવી શકશે.)

વિદ્યાર્થીઓને ચા નાસ્તા અને ભોજનની સુવિધા અત્રેથી આપવામાં આવશે.

શાળાએ જિલ્લાની નિયત પદ્ધતિ મુજબ આ પ્રવાસ અંગેની મંજૂરી સમયસર મેળવી લેવી,

પ્રવાસમાં જોડાનાર બાળકોના વાલીઓની સંમતિ મેળવી લેવી.

- તમારી શાળાનાં બાળકો અને શિક્ષકોની માહિતી કમ્પ્યુટરાઇઝડ કરાવી ઓછામાં ઓછી બે નકલો કરાવવી, દરેક નકલમાં આચાર્યએ પોતાના સહી સિક્કા કરવા જે બે નકલ અહીં લેવામાં આવશે.

* સદર કાર્યક્રમ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે છે, જેથી આવનાર શિક્ષકોએ તેમની સાથે રહી સતત માર્ગદર્શન

આપવાનું રહેશે. આવનાર તમામ બાળકોને સાચવવાની અને માર્ગદર્શન આપવાની જવાબદારી શિક્ષકોની રહેશે. જેથી શિક્ષકોની પસંદગી કાળજીપૂર્વક કરવાની રહેશે.

• પ્રવાસની તારીખના બે દિવસ પહેલા એસટી, ડેપોનો સંપર્ક કરવો ડેપો મેનેજરને મળીને પોતાની શાળા માટે બાળકોની સંખ્યાને ધ્યાનમાં રાખી એક બસની ફાળવણી કરાવવી.

• એસટી.બસનો ટોલટેક્ષ જે તે એસ .ટી. ડેપો દ્વારા ચૂકવવામાં આવશે.

* સદર કાર્યક્રમમાં બિમાર બાળકો ન જોડાય તેની કાળજી લેવી. સ્થાનિક આરોગ્ય કાર્યકરની સલાહ મુજબ દવાઓ સાથે રાખવી

• અહીં આવ્યા બાદ અત્રેના સમય પત્રકનું ચૂસ્તતાથી પાલન કરવાનું રહેશે. જીસીઈઆરટી કચેરીથી ભોજન

કર્યા બાદ સાયન્સસીટી અમદાવાદ જવાનું રહેશે. ત્યાંથી સાંજે 5 વાગ્યા પછી ફરીથી પોતાના સ્થળ પર પરત થવાનું રહેશે.

સદર પ્રવાસમાં જોડાનાર શિક્ષકો પોતાની સાથે પોતાના પરિવારના સભ્યોને કોઇ પણ સંજોગોમાં સાથે લાવી શકશે નહી અને લાવવામાં આવશે તો તેમના પર સરકારી કાર્યવાહી કરવામાં આવશે. જેની ગંભીરતાથી નોંધ લેવી.


* સરકારશ્રીની સૂચના મુજબ રાત્રીના ૧૧.૦૦ થી ૦૬.૦૦ સુધી પ્રવાસ ના થાય તે જોવું. આઇમેકસ થીયેટર, થ્રીલ રાઇડ, મિશન ટુ માર્ચ, 4ડી થીયેટર, કોલ માઇન, અર્થ કવીક, એકસ્પીરીયન્સ રાઇડ, પ્લીનેટરીયમ, તથા એકવાટીક ગેલેરી તથા જે ઝોન ફ્રી રાખવામાં આવેલ છે તે વિભાગ વિદ્યાર્થીઓને બતાવવાના રહેશે,



Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email