-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

વર્ષ 2023-2024 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત

વર્ષ 2023-2024 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત 


ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ માં ભલામણ કરી છે કે "કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમ્યાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે" આ બેંગલેસ દિવસના ભાગ સ્વરૂપે ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે એક દિવસ બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે એક દિવસ જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવાનું થાય છે.


સદર બાબતે જીસીઇઆરટી દ્વારા વિદ્યાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે. જે પૈકી ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે.


આ બાળમેળા અને લાઇફસ્કીલ (જીવન કૌશલ્ય) આધારીત બાળમેળા ની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ, ગળીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.


બાળમેળા અને લાઇફ સ્કીલ મેળા યોજવા માટેની ગ્રાન્ટ અત્રેથી ફાળવવામાં આવશે ત્યારે તેની જાણ કરવામાં આવશે અને ગ્રાન્ટ ફાળવણી પત્રક મોકલવામાં આવશે. ગ્રાન્ટની ફાળવણી થયા બાદ બાળમેળા અને લાઇફ સ્કીલ યોજવા માટેની તારીખોની જાણ કરવામાં આવશે, તે મુજબ આયોજન કરવાનું રહેશે.


1. બાળમેળાના મુખ્ય હેતુઓ-


૦ વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે.


૦ વિદ્યાર્થીઓમાં સહકાર, નેતૃત્વ, લોકશાહીની ભાવના, સાહસિકતા વગેરની

મહત્વપૂર્ણ લિંક

વર્ષ 2023-2024 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય.


૦ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે


૦ વિધાર્થીઓની મનોસામાજીક માવજત થાય.


2. લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ-


૦ વિદ્યાર્થીઓ રોજિદા જીવનના પડકારોને હકારાત્મકથી ઝીલવા અને દૈનિક જીવનની જરૂરિયાતને કુશળતાપૂવર્ક પૂર્ણ કરવા વિવિધ કૌશલ્ય કે આવડત પ્રાપ્ત કરી શકે.


૦ જીવનકૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ, સફળ, સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે.


૦ વિવિધ પ્રવૃત્તિઓથી વિધાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ


વધુ ઉન્નત અને બહેતર જીવન જીવવા તૈયાર થાય.


૦ પોતાના રોજિદા જીવનમાં નાના – મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને.


૦ શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે.


નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે.


1. વર્ષ-2023-2024 માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ, આશ્રમશાળા, કે.જી.બી.વી., મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો. 1 થી 5 ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો. 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન કરવાનું રહેશે.


2. શાળાના બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને લાઇફસ્કીલ મેળા યોજાય તેવું આયોજન કરવાનું રહેશે.


3. બાળમેળા અને લાઇફસ્કીલ મેળાની પ્રવૃત્તિ પૂર્વે શિક્ષકે જે તે પ્રવૃત્તિનું નિદર્શન કરાવવાનું રહેશે. ત્યાર બાદ બાળમેળા અને લાઇફસ્કીલ મેળાની જુદી જુદી પ્રવૃત્તિમાં શાળાના દરેક બાળકો ભાગ લઇ શકે તે રીતે જુદા જુદા ગ્રુપમાં રોટેશન મુજબ આયોજન કરવું.

વર્ષ 2023-2024 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજનની માર્ગદર્શક સૂચનાઓ મોકલવા બાબત 

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email