Fit India School quiz 2023માં ભાગ લેવા બાબત.
ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે શાળાના બાળકોમાં ફિટ ઈન્ડિયા મુવમેન્ટના સંદેશને આગળ વધારવા અને શાળાઓમાં તેની અસરકારતા વધારવા માટે દેશભરમાંથી શાળાના બાળકોને સામેલ કરવા માટે “Fit India School Quiz 2023”નું આયોજન કરવામાં આવેલ છે. ફીટ ઈન્ડિયા ક્વીઝ વિદ્યાર્થીઓને તંદુરસ્તી અને રમતગમત વિશેનું પોતાનું જ્ઞાન દર્શાવવા માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ પ્રદાન કરવા સાથે સદીઓથી જૂની સ્વદેશી રમતો, ભૂતકાળના આપણા રમતના નાયકો અને પરંપરાગત ભારતીય રમતોના ઇતિહાસ વિશે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનાં પ્રયત્નો કરે છે.
આ ક્વીઝમાં સરકારી, અનુદાનિત તેમજ સ્વનિર્ભર તમામ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી શકાશે તેમજ ઉચ્ચ પ્રાથમિક વિભાગના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ શકશે. ક્વીઝમાં રજીસ્ટ્રેશન કરવા માટે શાળા ફિટ ઈન્ડિયા વેબસાઇટ પર રજીસ્ટર થયેલી હોવી જરૂરી છે. જો શાળાનું રજીસ્ટ્રેશન ના થયેલું હોય તો પહેલાં શાળાનું રજીસ્ટ્રેશન કર્યા બાદ ક્વીઝ માટે રજીસ્ટ્રેશન કરવાનું થશે. ક્વીઝ માટેની માર્ગદર્શિકા આ સાથે સામેલ છે. જે ધ્યાને લઇ આપના જિલ્લાની તમામ શાળાઓને આપની કક્ષાએથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને "Fit India School Quiz 2023"માં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી છે.
ખાસ નોંધ- ફિટ ઈન્ડિયા ક્વીઝ રજીસ્ટ્રેશન ફિટ ઈન્ડિયા વેબસાઇટ (https://itindia.gov.in/fit-Indiz-quiz) પર૦૪/૦૯/૨૦૨૩ સૌમવારથી શરુ કરવામાં આવેલ છે. રજીસ્ટ્રેશનની અંતિમ તા-૦૪/૧૦/૨૦૨૩, બુધવાર છે.
Post a Comment
Post a Comment