-->
Natural

Featured Post

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર

માનનીય વડા પ્રધાનશ્રી ની કર્મચારી મંડળો સાથે બેઠક બાબત સમાચાર *બ્રેકિંગ ન્યુઝ*  कैबिनेट में यूनीफाईड पेंशन स्कीम को मंजूरी दी पिछले 12 महीने की औसत मासिक बेसिक सैलेरी का 50% पेंशन की गारंटी शर्त ये है कि कम से कम 25 महीने की सर्विस होनी चाहिए। इससे कम अवधि की नौकरी होने पर नौकरी की समय अवधि के अनुपात पे…

Menu

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનું પરિણામ અને મેરીટ (ધોરણ 6 થી 12 માટે)

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનું પરિણામ અને મેરીટ (ધોરણ 6 થી 12 માટે)

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

પ્રથમ મેરીટમાં આવેલ બાળકોનું આવતીકાલે 5/10/2023 ના રોજ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને આચાર્યશ્રીએ વેરીફિકેશન કરવાનું રહેશે. 

આજરોજ માન.વિનોદરાવ સાહેબશ્રીની અધ્યક્ષતામાં ધોરણ-૫/ ધોરણ-6  અભ્યાસ  કરતા વિદ્યાર્થીઓ કે જેમણે કોમન એન્ટ્રન્સ પરીક્ષા આપી હતી અને મેરીટ લીસ્ટમાં આવ્યા હતા એવા વિદ્યાર્થીઓ હાલ જે તે શાળામાં ધોરણ 6 કે ધોરણ 7 માં  અભ્યાસ કરી રહ્યા છે, તેઓ માટે સરકારશ્રીને નીચે દર્શાવેલ યોજનાઓ માટે પ્રવેશ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
1. જ્ઞાન શક્તિ મુખ્યમંત્રી સ્કોલરશીપ યોજના
2. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
3. જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ ટ્રાયબલ સ્કૂલ
4. રક્ષા શક્તિ સ્કૂલ
વિડીયો કોન્ફરન્સમાં મળેલ સૂચના મુજબ જે શાળાઓમાં વિદ્યાર્થીઓ કોમન  એન્ટરન્સ ટેસ્ટમાં મેરીટ માં આવ્યા હોય એવા વિદ્યાર્થીઓનું  રજીસ્ટ્રેશન શાળાના શિક્ષક દ્વારા થાય એ સુનિશ્ચિત કરવું અને જે તે વિદ્યાર્થીના વાલીને પણ શાળામાં હાજર રાખવું તેમ જ ઉપરોક્ત તમામ યોજનાઓ માટે વિદ્યાર્થી અને વાલીને સમજૂતી આપી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાથ ધરવી. રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થીના મોબાઈલ પર ઓટીપી આવશે તેથી વાલીને મોબાઈલ સાથે શાળામાં હાજર રાખવું. વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ જે તે શાળાના મુખ્ય શિક્ષકે વેરીફાઈ કરવાનું રહેશે. શાળા કક્ષાએથી વેરીફાય પૂર્ણ થયા બાદ જિલ્લા કક્ષાએથી  વિદ્યાર્થીનું  વેરિફિકેશન કરવામાં આવશે. રજીસ્ટ્રેશન અને વેરિફિકેશનની પ્રક્રિયા શનિવાર સુધીમાં પૂર્ણ કરવાની હોય અગ્રીમતા આપી આ કાર્ય પૂર્ણ કરવાનો રહેશે. 100 ટકા   વિદ્યાર્થીઓનું  રજીસ્ટ્રેશન કરવાનું છે.આ માટે આવતીકાલે 11:00 કલાકે રજીસ્ટ્રેશન માટેનું પોર્ટલ ખુલશે જે જિલ્લા કક્ષાએથી આપને શેર કરવામાં આવશે . જે સંબંધિત તમામ શાળાઓ સુધી અને લાભાર્થી વિદ્યાર્થી સુધી પહોંચે તે ધ્યાનમાં લેશો.

આજે સાંજે -૬-૦૦ વાગે મારી અને સન્માન નિય આપણા ટી. પી. ઓ સાહેબશ્રી ની
માનનીય ડી. પી. ઓ સાહેબશ્રી જોડે વી. સી થયેલ તેના મુદા નીચે મુજબ છે
૧ આવતીકાલે ગયા વેકેશનમાં લેવામાં આવેલ ધોરણ -૫ અને ધોરણ-૬ બાળકોની  CET EXAM levama આવેલ અને તે બાળકો પરીક્ષામાં સફળ થયા છે તેમને સરકાર શ્રી ની પરીક્ષા સમયે બતાવ્યા મુજબ ચાર શાળા ઓ હતી તો તેના અનુસંધાને સિ ઈ ટી પરીક્ષામાં પાસ થયેલા ઉપરની શીટ મા દર્શાવેલા તમામ બાળકોનું વિધાર્થી રજિસ્ટ્રેશન કરવાનું છે બાળકના વાલીને મોબાઇલ લ ઈને બોલાવવાના રહેશે
તેમના મોબાઇલ મા ઓ ટી પી
આવશે
રજિસ્ટ્રેશન શિક્ષકે જ કરવાનું છે મુખ્ય શિક્ષકે વેરિફિકેશન કરવાનું છે
જો બાળકને જાતિ નો લાભ લેવો હોય તો ફરજિયાત પ્રમાણપત્ર લાવવાનું રહેશે
આપણા તાલુકામાં ૩૪૯બાળકો પાસ થયેલ છે
વિધાર્થી રજિસ્ટ્રેશન મા ફસ્ટ નામ મા-  વિધાર્થી નુ નામ
સેકન્ડ  નામ મા-પિતાનુ નામ
અને થડૅ નામ મા -અટક લખવાની રહેશે
આવતી કાલે રજિસ્ટ્રેશન ની
સવારે-૧૧-૩૦ કલાકે પોર્ટલ લિંક આવશે તે હું ગૃપ મા મૂકીશ
જે વિડિયો રજિસ્ટ્રેશન માટેના આવશે તે ગૃપ મા મૂકીશ
કોઈ સી આર સી ની શાળા નુ બાળક પરીક્ષા સમયે જે શાળા મા હોય અને આજે બીજી શાળામાં ગયેલ હોય તો મને જાણ કરશો જેથી આગળ પૂછીને તેવા બાળકોનુ શુ કરવુ તે સોલ્યુશન મેળવી શકાય
દરેક સી. આર. સી મિત્ર એ પોતાના કલસ્ટર ની જેટલી શાળામાં પાસ થયેલા હોય તે સી આર. સી પોતાની શાળા ઓમા જઈ કામગીરી પૂણૅ કરાવવાની રહેશે
એક બાળકનુ રજિસ્ટ્રેશન કરતા ૬ થી ૭ મિનિટ નો સમય લાગશે અને રજિસ્ટ્રેશન ની સાથે તે શાળા ના
આચાયૅશ્રી એ વેરિફિકેશન કરવાનું રહેશે

5/10/2023 ના રોજ ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. રજીસ્ટ્રેશન માટે નીચેની લીંક ઓપન કરો.

અગત્યની લીંક



Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email