Eklavya Program All Episode Live : IIT Gandhinagar
Eklavya કાર્યક્રમ વિશે ટુંકી વિગત
✓ પ્રોગ્રામનું નામ : એકલવ્ય કાર્યક્રમ
✓ પ્રસ્તુત કરનાર : iit ગાંધીનગર
✓ પ્રસારણ મોડ : ઑનલાઇન YouTube
✓ વિષય : ગણિત અને વિજ્ઞાન
✓ સમય : શનિવારે સવારે 10 થી 11 કલાકે
✓ સમાવિષ્ટ ધોરણ : 6 થી 10 માટે
“એકલવ્ય કાર્યક્રમ” iit ઓનલાઈન એપિસોડ લાઈવ જોવા માટેની Links.
રાષ્ટ્રીય શિક્ષણ નીતી (NEP-2020) અનુસાર વિદ્યાર્થીનાં સર્વાંગીણ વિકાસ માટે માત્ર પાઠ્યપુસ્તકના અભ્યાસક્રમને જ પૂરતું ગણવાના બદલે તેઓને વૈશ્વિક સ્તરની ઉચ્ચ ગુણવત્તા માટેનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય તેની હિમાયત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાળાના વર્ગોમાં જે અભ્યાસ શીખે છે તેને જીવન અનુબંધિત બનાવવા માટે અનુભવયુક્ત શિક્ષણની જરૂરિયાત છે.
વિદ્યાર્થીઓને પાઠ્યસામગ્રીમાં આપેલ અભ્યાસક્રમની બાબતો અને તે સિવાયના અન્ય અગત્યના ખ્યાલો, દ્રષ્ટાંતો અને નાવાચારોની સમજવાની પૂરતી તકો પણ મળી રહે તે આવશ્યક છે. આ માટે ઓનલાઈન શિક્ષણ દ્વારા સહાયક શિક્ષણ મળે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અનુસાર 21 મી સદીની કુશળતા માટે Mathematical Reasoning, concept clarity, Project management, Research skills, Soft skills, Problem solving. Critical Thinking, Innovation, Communication skills, High order thinking, cognitive skills વગેરે પ્રાપ્ત કરે તે પણ એટલું જ ઈચ્છનીય છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) અને National Curriculum Framework for School Education 2023મા વિજ્ઞાન વિષયનાં શિક્ષણ માટે કરવામાં આવેલ પરિકલ્પનાનાં શાળાઓ વાસ્તવિક સ્વરૂપે અમલીકૃત કરવાના વિવિધ પ્રયાસો પૈકીનાં એક પ્રયાસ તરીકે વિજ્ઞાન ક્ષેત્રે ખ્યાતનામ સંસ્થાઓ સાથે જોડાણ કરી રાજ્યના બાળકો માટે વિશિષ્ટ ઓનલાઇન શિક્ષણનો પ્રોજેક્ટ શરૂ કરવાની બાબત વિચારણા હેઠળ હતી.
ટેકનોલોજી અને શિક્ષણમાં ઇનોવેશનનાં ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓ પૈકી Premium Institute તરીકે દેશ સ્તરે ઉભરી આવેલ Indian Institute of Technology- IIT ગાંધીનગરનાં સહયોગથી રાજ્યના બાળકોને ઉચ્ચ પ્રકારનું સહાયક શિક્ષણ મળી રહે તે માટે “એકલવ્ય કાર્યક્રમ” શરૂ કરવામાં આવી રહ્યો છે.
“એકલવ્ય કાર્યક્રમ" ની વિગત :
"એકલવ્ય કાર્યક્રમ" અંતર્ગત બાળકોમાં ગણિત અને વિજ્ઞાન વિષયનાં અધ્યયન નિષ્પત્તિ અંતર્ગત ખ્યાલો, સંકલ્પનાઓ, દ્રષ્ટાંતો અને નાવાચારોનું સ્પષ્ટીકરણ થાય તે માટે ઓનલાઇન સેશન આયોજિત કરવામાં આવશે.
Indian Institute of Technology- IIT ગાંધીનગરનાં સહયોગથી બીજા શૈક્ષણિક સત્રથી ધોરણ : 6 થી 10 માટે આ સાથે સામેલ યાદી મુજબના ગણિત વિજ્ઞાન વિષયના 17+17=34 ઓનલાઇન સેશન આયોજિત કરવામાં આવશે.
આ ઓનલાઇન સેશનનું દર શનિવારે 10:00 થી 11:00 વાગ્યે સપ્તાહમાં એક વાર પ્રસારણ કરવામાં આવશે.
શાળાઓમાં “સ્માર્ટ ક્લાસરૂમ" અંતર્ગત આપવામાં આવેલ "Interactive panel" પર આ ઓનલાઇન સેશનમાં નીચે આપેલ લિંકથી ઓનલાઈન જોડાય શકાશે.
iit Eklavya Program પ્રસારણ TimeTable
અગત્યની લીંક 🖇️
Zoom Link-
Youtube Link-
જિલ્લાની તમામ શાળાઓમાં આ અંગેની માહિતી મોકલી આપવી જેથી વધુમાં વધુ બાળકોને આ કાર્યક્રમનો લાભ મળી શકે.
Post a Comment
Post a Comment