SMC તથા SMDCના સભ્યોની રાજય કક્ષાએથી ઓનલાઇન તાલીમ બાબત
વિષય : SMC તથા SMDCના સભ્યોની રાજય કક્ષાએથી ઓનલાઇન તાલીમ બાબત
તારીખ :27/12/2023, બુધવાર (સવારે 11.00 થી બપોરે 12.30 કલાક)
ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે, ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યો તથા શાળા સંચાલન અને વિકાસ સમિતિ (SMDC)ના સભ્યો માટે રાજય કક્ષાએથી 3 દિવસની તાલીમ કરવાની થાય છે. તે પૈકી એક દિવસની તાલીમ બાયસેગના માધ્યમથી પૂર્ણ કરવામાં આવેલ છે. ચાલુ માસમાં દ્વિતીય તાલીમનું નીચે મુજબ આયોજન કરવાનું થાય છે.
SMC તથા SMDCના સભ્યોને કાર્યો અને ફરજો, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટેનાં કાર્યક્રમો, માળખાકીય અને ડીઝીટલ સુવિધાઓ તેમજ અન્ય શૈક્ષણિક પ્રયાસો બાબતે વિગતવાર ઓનલાઇન તાલીમ આપવા માટે નીચે મુજબનું આયોજન કરવામાં આવેલ છે.
ઓનલાઈન તાલીમ પ્રસારણની તારીખ અને સમય
તારીખ :27/12/2023, બુધવાર समय : બપોરે 11.00 थी 12.30
ઓનલાઈન તાલીમ પ્રસારણનું માધ્યમ
બાયસેગ:વંદેગુજરાત,ચેનલનં:1
તાલીમનાં એજન્ડા
SMC તથા SMDCનાં કાર્યો અને ફરજો
શાળા વિકાસ યોજના
શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે અમલીકૃત કાર્યક્રમો
માળખાકીય સુવિધાઓ
ડીઝીટલ સુવિધાઓ
દિવ્યાંગ બાળકોનું શિક્ષણ
શાળા આપાત્તિ અને વ્યવસ્થાપન
વોકેશનલ એજ્યુકેશન અને શાળા બહારના બાળકોનું શિક્ષણ
તાલીમ દરમિયાન શાળાઓમાં ઉપસ્થિતિ:
તાલીમના દિવસે પ્રસારણના સમય દરમિયાન જિલ્લા પ્રોજેક્ટ કૉ-ઓર્ડીનેટરશ્રી, જિલ્લા
શિક્ષણાધિકારીશ્રી, ડાયટ લેકચરરશ્રી, શિક્ષણ નિરીક્ષકશ્રી, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, બી.આર.સી. કૉ-ઓર્ડીનેટર તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા કચેરીમાં કામગીરી કરતા તમામ શાળાઓનાં કૉ-ઓર્ડીનેટરશ્રી અને કર્મચારીશ્રીઓને જિલ્લાની કોઈ એક શાળામાં ઉપસ્થિત રાખવાના રહેશે. શાળાઓની ફાળવણી જિલ્લા કક્ષાએથી કરવાની રહેશે.
તે જ રીતે સમગ્ર શિક્ષા અંતર્ગત સી.આર.સી. કૉ-ઓર્ડીનેટરશ્રી, તાલુકા અને ક્લસ્ટર કક્ષાએ કામગીરી કરતા તમામ શાખાઓનાં કૉ-ઓર્ડીનેટરશ્રી અને કર્મચારીશ્રીઓને જે તે તાલુકા / ક્લસ્ટરની કોઈ એક શાળામાં ઉપસ્થિત રાખવાના રહેશે. શાળાઓની ફાળવણી તાલુકા કક્ષાએથી કરવાની રહેશે.
જે કમર્ચારીશ્રીઓને ઓનલાઈન ટુર ડાયરીમાં શાળા ફાળવવામાં આવેલ હોય તેમને તે શાળામાં ઉપસ્થિત રહેવાનું રહેશે.
ઓનલાઇન તાલીમ પૂર્ણ થયા બાદ જિલ્લા/તાલુકા/ કલસ્ટર કક્ષાએથી ઉપસ્થિત રહેલ અધિકારી/કર્મચારીશ્રીએ સમગ્ર શિક્ષાની વિવિધ યોજનાઓ, કાર્યક્રમો, ધ્યેયો અને લક્ષ્યો વિષે સભ્યોને માહિતગાર કરવાના રહેશે.
બાયસેગ:વંદેગુજરાત,ચેનલનં:1
યુ ટ્યુબ લિંક
તાલીમમાં ભાગ લીધેલ સભ્યોની વિગત
સદર Teleconference પૂર્ણ થયા બાદ SMC / SMDC તાલીમમાં ભાગ લીધેલ સભ્યોની હાજરીની વિગત તાલુકાવાર જે તે જિલ્લાના DEO/DPC/ADPC ની સહીથી હાર્ડ કોપી તથા એકસેલની સીટમાં નીચે પ્રમાણેના પત્રક તા:27/12/2023 સાંજે 05.00 કલાક સુધીમાં બિનચૂક મોકલી આપવાની રહેશે.
Post a Comment
Post a Comment