
i-ORA પોર્ટલ
પર વારસાઈ નોંધણી અરજી કરવા માટેની કાર્યપદ્ધતિ
૧. નવી અરજી કરવા માટે
સૌપ્રથમ મહેસુલ વિભાગના i-ORA પોર્ટલ (http://iora.gujarat.gov.in) પર જાઓ.
૨. i-ORA પોર્ટલના મુખ્ય પેજ પર આવેલ મેનુમાં “ONLINE APPLICATION”
પર ક્લિક કરો
અથવા મુખ્ય પેજ પર જણાવેલા વારસાઈ નોંધ પર ક્લિક કરો.
૩. હરજી નો હેતુ “હક્ક
પત્રક સંબંધિત અરજી” અને અરજી નો પ્રકાર “હક્કપત્ર કે વારસાઈ નોંધ દાખલ કરવા
માટેની અરજી” પસંદ કરો.
૪. જે જિલ્લા તાલુકા અને
ગામના ખાતા નંબરમાં અરજી કરવાની હોય તે જિલ્લો તાલુકો અને ગામ પસંદ કરો નોંધ-એક
કરતાં વધુ ખાતા નંબર હોય તો ખાતા નંબર દિઠ અલગ અલગ અરજી કરવી.
૫. અરજદાર નો મોબાઇલ નંબર
અને ઇમેલ દાખલ કરો.
૬. સ્ક્રીન પર દર્શાવેલ
સંખ્યા દર્શક કેપ્ચર કોડ વાંચીને તેની નીચેના ટેક્સ બોક્સમાં દાખલ કરો કેપ્ચા કોડ
વાંચી ન શકો તો Refresh Code પર ક્લિક કરો જેથી નવો
કેપ્ચા કોડ સ્ક્રીન પર જોવા મળશે.
૭. કેપ્ચા કોડ દાખલ કર્યા બાદ Generate OTP પર ક્લિક કરો. OTP જનરેટ કરવાથી
અરજદારે દાખલ કરેલ મોબાઈલ નંબર અને ઇ-મેલ પર અલગ અલગ વેરિફિકેશન કોડ મળશે.
૮. મોબાઈલ નંબર અને ઇમેલ
પર મળેલ અલગ અલગ વેરિફિકેશન કોડ અનુક્રમે દર્શાવેલા ટેક્સ બોક્સમાં દાખલ કરી “Submit” પર ક્લિક કરો.
૯.”Submit” પર ક્લિક કર્યા બાદ
વારસાઈ નોંધ માટે અરજી ની વિગતો ભરવા માટેનું ફોર્મ ખુલશે.
૧૦. અરજી ને લગતી તમામ
વિગતો ચોકસાઈ પૂર્વક દાખલ કરો.
અગત્યની
સૂચના-:
અ – અંક
સિવાયની તમામ વિગતો ગુજરાતી યુનિકોર્ડમાં જ દાખલ કરવી.
બ – ગુજરાતી
યુનિકોર્ડ અંગેની વધુ માહિતી i-ORA
પોર્ટલના
મુખ્ય પેજ પર મળશે.
૧૧. અરજી ને લગતી તમામ
વિગતો દાખલ કર્યા બાદ “Save Application” પર ક્લિક કરો.
૧૨. અરજી સેવ થતા જ એક
યુનિક અરજી નંબર અને દાખલ કરેલ અરજીની તમામ વિગતો સ્ક્રીન પર જોવા મળશે. આ યુનિક
અરજી નંબરની યોગ્ય જગ્યાએ નોંધ કરો. આ નંબર આપને મોબાઈલ અને ઇમેલ પર પણ મળશે.
૧૨. અરજી સેવ થતા જ એક
યુનિક અરજી નંબર અને દાખલ કરેલ અરજી ની તમામ વિગતો સ્ક્રીન પર જોવા મળશે આ યુનિક
અરજી નંબરની યોગ્ય જગ્યાએ નોંધ કરો.આ નંબર આપને મોબાઈલ અને ઇ-મેલ પર પણ મળશે.
૧૩. સ્ક્રીન પર દર્શાવેલ
વિગતો ચોકસાઈપૂર્વક વાંચ્યા બાદ જો કોઈ સુધારો જણાય તો “Edit-Application” પર ક્લિક કરી અરજી ની વિગતો સુધારો અને ત્યારબાદ “Update Application” પર ક્લિક કરી વિગતો અપડેટ કરો.
૧૪. જો અરજી ને લગતી તમામ
વિગતો બરાબર હોય તો “Confirm Application” પર ક્લિક કરો.
અગત્યની
સૂચના-:
અ -અરજી એક વાર
કન્ફર્મ કર્યા બાદ અરજી ને લગતી કોઈપણ વિગતો સુધારી શકાશે નહીં.
બ – જો અરજી
કન્ફર્મ કર્યા બાદ પણ અરજીમાં સુધારો જણાય તો ફરી નવી અરજી કરવી.
૧૫. અરજી કન્ફર્મ કર્યા
બાદ “Print Application” પર ક્લિક કરી અરજી પત્રક પ્રિન્ટ કરો.
૧૬. માત્ર i-ORA
પોર્ટલ
પરથી પ્રિન્ટ કરેલ અરજી પત્રક માન્ય ગણાશે. આ સિવાય અન્ય કોઈ રીતે બનાવેલા અરજી
પત્રક જણાશે તો આપની નોંધ ના મંજૂર થશે જેની ખાસ નોંધ લેવી.
૧૭. નવી અરજી કરવાના પેજ
પરના “ડોક્યુમેન્ટ અપલોડ કરવા” ના ઓપ્શનમાં જઈને અરજીપત્રક , મરણ પ્રમાણપત્ર ,પેઢીનામુ અને અન્ય જરૂરી
ડોક્યુમેન્ટસ અપલોડ કરો.
નોધ – અહીં અપલોડ કરવાના
ડોક્યુમેન્ટસના નામ ત્રણ કલર માં જોવા મળશે.
અ – લાલ રંગમાં એટલે કે ફરજિયાત અપલોડ કરવાના ડોક્યુમેન્ટ્સ.
બ – વાદળી રંગમાં એટલે કે મરજીયાત અપલોડ કરવાના
ડોક્યુમેન્ટ્સ.
ક – લીલા રંગમાં એટલે કે અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સ.
૧૮. બધા જ ફરજિયાત
ડોક્યુમેન્ટસ અપલોડ કરવાથી “Generate
Mutation” નું બટન જોવા મળશે.
૧૯.”Generate Mutation” પર Click કરવાથી અરજદારે દાખલ કરેલ
મોબાઈલ નંબર અને ઇ-મેલ પર સરખો વેરિફિકેશન કોડ મળશે .આ વેરીફિકેશન કોડ ટેક્સ્ટ
બોક્સમાં દાખલ કરી “Submit” પર ક્લિક કરો.
૨૦.”Submit” પર Click કરવાથી હક પત્રક પર નોધ જનરેટ થશે અને તે અંગેની પહોંચ મળશે
જેની પ્રિન્ટ કરો.
૨૧. આમ ઓનલાઇન અરજી
કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે અને આપની અરજી જે તે તાલુકાના ઈ જરા કેન્દ્રમાં આગળની
પ્રક્રિયા માટે સબમિટ થશે.
સુચના- અસલ અરજી પત્રક ,અસલ મરણ પ્રમાણપત્ર ,પેઢીનામાની નકલ , નોંધ જનરેટ કર્યાની પહોંચ
અન્ય જરૂરી કાગળો જે તે તાલુકાના ઈ – ધરા
કેન્દ્રમાં રૂબરૂ /રજીસ્ટર પોસ્ટ થી મહત્તમ 15 દિવસમાં પહોંચાડવાના
રહેશે.
૨૨. દાખલ કરેલ અરજી ને
લગતા મુખ્ય સ્ટેપ જેવા કે અરજી સુધારવા ,અરજી કન્ફર્મ કરવા ,અરજી પ્રિન્ટ કરવા અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા આ દરેક સ્ટેપ
પર “Registered Application” ઓપ્શન પસંદ કરી યુનિક અરજી નંબર ,મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરી જઈ શકો છો.
૨૩. અરજીની સ્થિતિ અને
નિકાલની વિગતો સમયાંતરે આપને મોબાઈલ અને ઇમેલ મારફત મોકલવામાં આવશે.
વારસાઇ ફેરફાર નોંધની ઓનલાઇન અરજી
માટે અરજદારે કરવાની કાર્યવાહી
Post Name |
વારસાઈ નોધ |
Official Website |
|
State Name |
Gujarat |
Online Application |